Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

બુલ્‍ગેરીયાના રાષ્‍ટ્રપતિ રૂમેન રાદેવ સાથે સહકારી પ્રવૃતિની ચર્ચા કરતા દિલીપ સંઘાણી

આઇસીએની બોર્ડ મીટીંગ સોફીયા ખાતે યોજાઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૦: ભારતની સહકાર શકિતએ સમગ્ર દેશમાં સહકારી પ્રવૃતિના માઘ્‍યમથી અનેક ક્ષેત્રીય પ્રદેશોમા વિકાસની હરણફાળ ભરી છે આ શકિત, વ્‍યવસ્‍થા અને વિકાસની સહકારી પ્રવૃતિના માઘ્‍યમથી દેશ-દૂનિયાને જોડવાનું કામ સહકાર કરશે તેવો આત્‍મવિશ્‍વાસ બગ્‍લારીયાના પાટનગર સોફીયા ખાતે યોજાયેલ આઈસીએની બોર્ડ મીટીંગમાં બુલ્‍ગારીયાના રાષ્‍ટ્રપતિ રૂમેન રાદેવ, ભારતના રાજદૂત સંજય રાણાજી, આઈસીએના અઘ્‍યક્ષ એરીયલ ગ્‍વાર્કો, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, એનસીયુઆઈના ડે.સીઈઓ સાવિત્રીસિંહએ સુરવ્‍યકત કરતા જણાવેલ, ભારતનું પ્રતિનિધિ મંડળ બુલ્‍ગારીયાના પ્રવાસે છે જેમા સંઘાણી સહિત ચંદ્રપાલસિંહ યાદવ, ભીમા સુબ્રમણ્‍યમ્‌ સામેલ છે.

આઈસીએની બોર્ડ મીટીંગમા ઈફકોની ઉપલબ્‍ધીઓ નેનો યુરીયા, નેનો ડીએપીની સરાહના કરવામા આવી હતી સાથોસાથ જાડા ધાન ઉત્‍પાદનને અગ્રતા આપવાનું પણ ચર્ચામા જણાવાયેલ. સહકારી પ્રવૃતિથી આત્‍મનિર્ભર બનવા નાગરિકોને તમામ પ્રકારની ટે્રનીંગ અને માર્ગદર્શન આપવામા આવશે. આ તકે બુલ્‍ગારીયાના સહકારી સંધના અઘ્‍યક્ષ પેટાર સ્‍ટેફનોવ ઉપસ્‍થિત રહેલ. પ્રતિનિધિ મંડળએ શહેરની સહકાર ક્ષેત્ર તળે ચાલતી હોસ્‍પિટલ, પાવરફુલ પ્‍લેગ, કૌશલ્‍ય વિકાસ કો.-ઓપરેટીવ સ્‍ટોરની મૂલાકાત લઈ જાણકારી મેળવી હતી

(4:58 pm IST)