Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

અમરેલીમાં સ્‍પ્‍લેન્‍ડર ચોરનાર ઝબ્‍બે

અમરેલી : અહીંના દિપકભાઇ જનકભાઇ વાછાણી (ઉવ.૩૭) રહે. ઓમનગર વાળા સ્‍પ્‍લેન્‍ડર જીજે-૧૪-એડી-૫૦૧૪ કિ.રૂ.૩૦,૦૦૦ નું લઇ અમરેલી, પોસ્‍ટ ઓફીસ ખાતે ગયેલ અને તે દરમ્‍યાન પોતાનું મોટર સાયકલ પોસ્‍ટ ઓફિસની સામે પાર્ક કરેલ હોય જે ચોરી કરી લઇ ગયેલ હોય, આ અંગે સીટી પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૩૦૧૨૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯  મુજબનો ગુનો અજાણ્‍યા ચોર ઇસમ વિરૂધ્‍ધ નોંધાયેલ. પેટ્રોલીંગ દરમ્‍યાન હકિકત આધારે અમરેલી, કુંકાવાવ રોડ ઉપરથી ચોરીના મોટર સાયકલ સાથે કેયુર કિશોરભાઇ સરવૈયા, ઉવ.૨૧, રહે. ખીજડીયા (ખારી) હાલ રહે. સુરત, વરાછા ડી-૭૧, માતૃશકિત સોસાયટીને ઝડપી લીધેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.એમ.પટેલ, પો.સ.ઇ. એમ.બી.ગોહિલ, પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા, એલ.સી.બી. ટીમના હેડ કોન્‍સ. અજયભાઇ સોલંકી, આદિત્‍યભાઇ બાબરીયા,

(12:55 pm IST)