Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ અમરેલીના ડોકટરો દ્વારા સફળ જટિલ ઓપરેશન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૦ : મોટા ગોખરવાળાના વિમળાબેન અશોકભાઇ સાગઠીયા નામના દર્દીને ગર્ભાશય અંડાશયમાં ગાંઠ તથા આંતરડા પેશાબ અને ગર્ભાશયની કોથળી ચોટેલી ગંભીર પરિસ્‍થિતીમાં શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ ખાતે દાખલ થતા દૂરબીન અને લેસર ટેકનોલોજીથી જટીલ ઓપરેશનને સફળતા પ્રાપ્‍ત કરાવતા હોસ્‍પિટલના ડોકટર્સ તથા સ્‍ટાફનો દર્દીનો સંબંધીઓ દ્વારા આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો. આ ઓપરેશન ગાયનોકોલોજિસ્‍ટ ડો.જાનકી શિંગાડીયા તથા ડો. અફસીન ખેરાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું.

વસંતભાઇ ગજેરાના સફળ નેતૃત્‍વ તળે ચાલતા શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ અમરેલીના અવિરત સેવાન્‍વીત કાર્યોને ચરીતાર્થ કરવા હોસ્‍પિટલ સ્‍ટાફ કટીબધ્‍ધ છે

(12:57 pm IST)