Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

વિશ્વ મહિલા દિન નિમિતે દિલીપ સંઘાણી દ્વારા મહિલા વિકાસ ગૃહમાં ભોજન

અમરેલી : જયાં નારીનુ સન્‍માન થાય છે ત્‍યાં પ્રકૃતિ પણ રાજીપો વ્‍યકત કરે છે, આ શબ્‍દોને દિલીપ સંઘાણી પરિવારે સાર્થક કરી વિશ્વ મહિલા દિન નીમીતે મહિલા વિકાસ ગૃહની બાળાઓને ભાવતા ભોજન પીરસીને મહિલાઓ પ્રત્‍યે આદરભાવ અર્પિત કરેલ. અમરેલી મહિલા વિકાસ ગૃહના લોકોને ભોજન પીરસીને મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ તકે સંસ્‍થા પ્રમુખ અને હોદ્દેદારો અરૂણાબેન માલાણી, મીતાબેન વાઘાણી, તરૂલતાબેન વ્‍યાસ, રેખાબેન માવદીયા, અલ્‍કાબેન દેસાઇ, કાશ્‍મિરાબેન નથવાણી સહિતના સૌ ઉપસ્‍થિત રહયા હોવાનું જણાવાયેલ છ.ે

 

(12:58 pm IST)