Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

સાવરકુંડલા શહેરને સ્‍વચ્‍છ બનાવવા ઝૂંબેશ શરૂ કરો

અમરેલી, તા.૧૦: સાવરકુંડલા શહેરમાં રિવર ફ્રન્‍ટ અને નમૂનેદાર અને રળિયામણું બનાવવા માટે નગર પાલિકા દ્વારા શહેરમાં પાલા કેબિન ઓટા દુકાનો વિગેરે પ્રકારનું દબાણ હટાવવામાં આવેલ હતું તે શહેરના હિત માટે યોગ્‍ય અને જરૂરી હતું તેમજ શહેરના ડેવલોપીગ માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગી કહેવાય પરંતુ  શહેર ને જો ખરા અર્થમાં રિવરફ્રન્‍ટ અને વિકાસ જેવું રળિયામણું બનાવવું જ હોય તો તેની પાયાની કામગિરી તો એ છે કે પ્રથમ શહેરમાંથી ગંદકી દૂર કરવા  ગંદકી હટાવો ઝૂંબેશશરૂ કરવું પડશે તો જ શહેરને સ્‍વચ્‍છ બનાવવા માટે દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરેલ તે યોગ્‍ય અને જરૂરી કહેવાય  શહેરને ડેવલોપીંગ માટે ૨૫ કરોડ મંજુર કરાવીયા છે તો પછી શહેર સ્‍વચ્‍છ બનાવવા ૨ કરોડ મંજુર કરાવો અને શહેર સુંદર બનાવવો.

નગરપાલિકા દ્વારા શહેરમાં રિવરફ્રન્‍ટ બનાવશું તેવી વાત વહેતી કરી શહેરમાં દબાણ હટાવવા ઝૂંબેશ શરૂ કરેલ હતી તેમ ઘણું દબાણ હટાવવામાં આવ્‍યું તે ખરેખર શહેરને સુંદર બનાવવા માટે કામગીરી કરવામાં આવેલ છે કે કેમ જો સાચી વાત હોય તો શહેરને સુંદર બનાવવામાં શહેરમાંથી ગંદકી દૂર કયારે કરાવશે તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડયું છે.

(4:47 pm IST)