Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

૧૬ તાલુકા પંચાયત સીટોનો પ્રવાસ ખેડતા સાંસદ કાછડીયા અને પૂર્વ ધારાસભ્‍ય નાકરાણી

ગારીયાધાર વિધાનસભાના પ્રવાસના બીજા દિવસે

 

અમરેલી તા.૧૦ : ગત તા. ૬ થી પ્રારંભ કરવામાં આવેલ ગારીયાધાર વિધાનસભા સીટના પ્રવાસ અંતર્ગત પ્રવાસના બીજા દિવસે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા અને પૂર્વ ધારાસભ્‍ય કેશુભાઇ નાકરાણીએ હેઠળ આવતી સુરનગર, સાઢખાખરા, મોટી વાવડી, જાળીયા માડવી, રાણીગામ, બેડા, ડુંગરપુર, તાણીયા, બીલા-૧, બીલા-ર, સરેરા, ઇટીયા, તેમજ જેસર-૧, જેસર-ર, જેસર-૩ તાલુકા પંચાયત સીટનો અધિકારીઓ સાથે પ્રવાસ ખેડયો હતો.

પ્રવાસ દરમ્‍યાન અને પૂર્વ ધારાસભ્‍યએ ગારીયાધાર તાલુકાની (૧) માડવી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા માંડવી, ભમ્‍મરીયા અને માનપુર (ર) જાળીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા જાળીયા, ખારડી, સિતાપુર, પાનસડા અને નાના ચારોડીયા (૩) મોટી વાવડી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા મોટી વાવડી અને સુખપર (૪) સુરેન્‍દ્રનગર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા સુરેન્‍દ્રનગર, માનવિલાસ અને ટીંબા (પ) સાઢખાખરા તાલુકા પંચાયતી હેઠળ આવતા સાઢખાખરા, પચ્‍છેગામ, માનગઢ અને ચોમલ તથા જેસર તાલુકાની (૬) રાણીગામ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા રાણીગામ (૭) બેડા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા બેડા, છાપરીયાળી અને ટોલ-સલડી (૮) ડુંગરપુર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ડુંગરપર અને માતલપર (૯) તાતણીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા તાતણીયા, ભાણવડીયા અને કોટોમઇ (૧૦) બીલા-૧ અને બીલા-ર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા બીલા, ઉગલવણ અનેશાંતનગર (૧૧) સરેરા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા સરેરા, કરલા અને રબારીકા (૧ર) ઇટીયા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ઇટીયા, કરજાળા અને કોબાડીયા તેમજ (૧૩) જેસર-૧, જેસર-ર અને જેસર-૩ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા જેસર અને પા ગામના સ્‍થાનિકો તેમજ લોકોના વિવિધ પ્રશ્નો સાંભળેલ હતા અને સ્‍થળ પર જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવેલ હતું તેમજ જટીલ પ્રશ્નોના નિરાકરણ માટે ઉપસ્‍થિત અધિકારીઓને જરૂરી સુચના આપેલ હતી.

 આ પ્રવાસ કાર્યક્રમમાં રાજપાલસિંહ, મહામંત્રી તાલુકા ભાજપ ગારીયાધાર, બળવંતસિંહ ખસીયા મહામંત્રી તાલુકા ભાજપ ગારીયાધાર, મોહનભાઇ ભંડેરી મંત્રી જીલ્લા ભાજપ ભાવનગર, રમેશભાઇ ગોયાણી ચેરમેન માર્કેટીંગ યાર્ડ ગારીયાધાર, ભાવેશભાઇ ગોરસીયા વાઇસ ચેરમેન માર્કેટીંગ યાર્ડ ગારીયાધાર, વી.ડી.સોરઠીયા પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ ગારીયાધાર, ડો. પ્રફુલભાઇ કાત્રોડીયા પૂર્વ પ્રમુખ નગરપાલીકા ગારીયાધાર, ભાજપ અગ્રણીઓ વી.પી.ગોહિલ, રમેશભાઇ ગોહિલ, શરદભાઇ ગોરસીયા, જેસર તાલુકા ભાજપ મહામંત્રીઓ ગણપતભાઇ કાશેલા, રસીકભાઇ રાખોલીયા, જીલ્‍લા પંચાયત સભ્‍ય નીતુભા સરવૈયા, કિશોરભાઇ સોરઠીયા, ભાજપ અગ્રણીઓ બળુમામા જાડેજા તેમજ તાલુકા પંચાયત સભ્‍યો, સ્‍થાનિક આગેવાનો, પદાધિકારીઓ, સરપંચો અને તમામ વિભાગના અધિકારીઓ જોડાયેલ હતા.

(1:00 pm IST)