Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભેંસાણની સરકારી વિનયન કોલેજમાં જોબફેર યોજાયો

જૂનાગઢ : ઉચ્‍ચ કમિશનરની કચેરી શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને કે.સી.જી અમદાવાદ અંતર્ગત સરકારી વિનયન કોલેજ ભેંસાણ મુકામે કોલેજના અંતિમ વર્ષમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો પુરી પાડવા જાન્‍યુ-ફેબ્રુઆરી ૨૦૨૩ જોબફેર (પ્‍લેસમેન્‍ટ)  યોજાયો હતો. જેમાં કોલેજ કક્ષાના પ્‍લેસમેન્‍ટ સેલના નોડલ ઓફીસર પ્રો.ડો.સચિન જે.પીઠડીયાએ જણાવેલ કે આ જોબફેર માં ભેંસાણમાં આવેલી શ્રી રઘુરામ કળપા સ્‍ટીલ અને જી.ઓ ટેલીકોમ કંપનીઓ પ્‍લેસમેન્‍ટ માટે બોલાવામાં આવેલ હતી.જેમાં કોલેજ ના સેમેસ્‍ટર ૬ માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઈન્‍ટરવ્‍યુમાં ગ્રામીણ વિસ્‍તારનાં વિદ્યાર્થીઓની કૌશલ્‍યની ખરી કસોટી થઈ હતી.ગ્રામીણ યુવાનો કંપનીઓ માં કામ કરવા નવી તક પુરી પાડી હતી. જેમાં રઘુરામ કળપા અનિલ આસોદરીયા અને જીઓમાંથી પ્રકાશ કાલા ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્‍લેસમેન્‍ટ કોલેજનાં પ્રિન્‍સિપાલ ડો.યોગેશ કુમાર વિ.પાઠક સરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.  સમગ્ર કોલેજના અઘ્‍યાપકોએ વિદ્યાર્થીઓને પ્‍લેસમેન્‍ટ જોડાવા ઉત્‍સાહ પુરો પાડયો હતો. સંકલન પ્‍લેસમેન્‍ટસેલ નોડલ ઓફીસર ડો સચિન પીઠડીયાએ કર્યુ હતું.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:12 pm IST)