Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

વિસાવદર પંથકમા કમોસમી વરસાદથી ખેતી તથા બાગાયતી પાકોમાં થયેલ નુકસાનનો સર્વે કરવા આદેશો છુટયા

અધિકારીઓ-કર્મચારીઓની ટીમો સર્વે કરવા ગામડે ગામડે પહોંચ્‍યા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૦:વિસાવદર પંથકમા કમોસમી વરસાદના પરિણામે ખેતી તથા બાગાયત પાકોમા થયેલ નુકસાનનો સર્વે કરવા આદેશો છૂટયાનુ વિશ્વસનિય સુત્રોમાથી જાણવા મળે છૂટ અધિકારીઓ-કર્મચારીઓ સર્વે કરવા ગામડે ગામડે પહોંચી રહ્યાનુ પણ સુત્રો ઉમેરી રહ્યા છે.

આધારભૂત સુત્રોમાથી પ્રાપ્ત વિગતો અનુસાર આદેશમા જણાવાયુ છે કે,જુનાગઢ જિલ્લામાં કુદરતી આપતિઓના ભાગ રૂપે તા.૦૬/૦૩/૨૦૨૩ ના રોજ થયેલ કમોસમી વરસાદથી ખેતી તથા બાગાયતી પાકોમાં થયેલા નુકશાનીનો સર્વે કરવા માટે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની ટીમો બનાવવામાં આવેલ છે.ખેતી તથા બાગાયતી પાકોના નુકશાનીના સર્વેની કામગીરી સોંપાયેલ અધિકારીશ્રીઓ & કર્મચારીશ્રીઓએ તેઓને સોંપવામાં આવેલ ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેતી તથા બાગાયતી પાકોમાં થયેલ નુકશાનીનો ઠરાવની જોગવાઈઓ મુજબ સર્વે કરી સંબંધિત ગામના સર્વેનો રીપોર્ટ સુપરવાઈઝર અધિકારીને દરરોજ સાંજે ૫..૦૦ કલાકે અચૂક આપવાનો રેહેશે સંબધિત દરેક ગામના સર્વેનો રીપોર્ટ સુપરવાઈઝર અધિકારીએ સંકલિત કરી પોતાના તાલુકાના સર્વેમાં રેન્‍ડમ ચકાસણી કરી તાલુકાના નોડલ સહ નોડલ અધિકારીશ્રીને સર્વે રીપોર્ટ અચૂક રજુ કરવાનો રેહેશે તથા દરેક નોડલ / સહ નોડલ અધિકારીશ્રીએ ફાળવેલ તાલુકાના સર્વે માં રેન્‍ડમ ચકાસણી કરી તાલુકાઓનો સર્વે રીપોર્ટ રોજે - રોજ મેળવી સોફટ તથા હાર્ડ કોપીમાં મદદનીશ ખેતી નિયામકશ્રી, પેટા વિભાગ, જુનાગઢ ને મોકલવાનો રહેશે.

મદદનીશ ખેતી નિયામકશ્રી, પેટા વિભાગ જુનાગઢ એ જરૂર જણાયે ટીમને ફાળવેલ ગામોમાં ફેરફાર કરી સત્‍વરે સર્વેની કામગીરી પૂર્ણ થાયતે મુજબ આયોજન કરવાનું રહેશે.દરેક ટીમે કામગીરી બજાવવાની રેહેશે. હાલમાં સંબંધિત ગામોમાં ટીમની નિમણુક કરવામાં આવે છે તે સિવાયના ગામોમાં પાક નુકશાની અંગેનો સર્વે કરવાનો થાય તો સ્‍થાનિક પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી સ્‍થાનિક વિસ્‍તરણ અધિકારી(ખેતી) એ ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, સરપંચ તથા સ્‍થાનિક ખેડુત પ્રતિનિધિઓને સાથે રાખી તાત્‍કાલિક સર્વેની કામગીરી પુર્ણ કરી કચેરીને રીપોર્ટ કરવાનો રહેશે.આ કામગીરી ખુબજ અગત્‍યની હોય ફાળવેલ ગામ-તાલુકાની પાક નુકશાનીના સર્વેની કામગીરી તાત્‍કાલિક શરૂ કરવા  ખેતી-બાગાયત ખાતાના અધિકારીશ્રી -કર્મચારીશ્રીઓને નુકશાની અંગેનો સર્વે કરવા માટે આથી આદેશ કરવામાં આવેલ છે. સદર કામગીરી દિન-૩ માં પૂર્ણ કરવાની રહેશે અને તાત્‍કાલિક અસરથી આ આદેશનો ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે તેમ આદેશમા જણાવાયુ હોવાનુ સુત્રો દ્વારા જણાવાયુ છે.

(1:14 pm IST)