Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

કેશોદના ડો.બામણીયાએ હોસ્‍પિટલના ૧૬માં વર્ષના પ્રવેશના દિનની આવક ધર્માદામાં આપી

 (કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૦ : ઓર્થોપેડીક સર્જન ડો. અમિતભાઈ બામણીયાને તેમની  વિનાયક ઓર્થોપેડીક હોસ્‍પીટલ સતત ૧૫ વર્ષની સફર  પુર્ણ  કરી ૧૬માં વર્ષમાં   પ્રવેશના મંગલ દિને શહેરના ડોક્‍ટરો, સામાજીક સંસ્‍થાના આગેવાનો, નગર શ્રેષ્ઠિઓ અને પત્રકાર મિત્રો વિ.એ શુભેચ્‍છાઓ પાઠવી હતી. 

ડો. બામણીયાએ જણાવેલ હતુ કે ઈરના આર્શિવાદ અને દર્દીઓની આત્‍મિયતાથી કેશોદ શહેરમાં ઓર્થોપેડીક ડોક્‍ટર તરીકેની  પંદર વર્ષની  સેવાઓ બાદ વિનાયક ઓર્થોપેડીક હોસ્‍પીટલના સોળમા વર્ષના  પ્રવેશના મંગલદિને એટલેકે તા.૯ માર્ચ ગુરૂવારના રોજ નિઃશુલ્‍ક આર્થોપેડીક નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં તેમણે તેમની ટીમ ધ્‍વારા  વિનામુલ્‍યે દર્દીઓને તપાસ કરવામા આવેલ જેમાં

 આજના દિવસની હોસ્‍પિટલની એકસ રે ચાર્જ, પ્‍લાસ્‍ટર ચાર્જ,ઓપરેશન ચાર્જ વિ.તમામ ઈન્‍કમ ગૌ સેવા ટ્રસ્‍ટ તથા વિકલાંગ બાળકોની સંસ્‍થામાં અર્પણ કરવામાં આવશે તેમ  જણાવ્‍યુ હતું. ઓર્થોપેડીક સર્જન ડો.બામણીયાની આ અનેરી પહેલને સામાજીક સંસ્‍થાઓ અને નગરજનોએ  આવકારેલ છે.

(4:58 pm IST)