Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જેતપુરના દાસીજીવણપરામાં જુગાર રમતા ૬ શખ્‍સોને ઝડપી લેતી શહેર પોલીસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૦ : શહેર પોલીસ સ્‍ટાફ કાલે સાંજે પેટ્રોલીંગ દરમિયાન નવાગઢના દાસીજીવણપરા વિસ્‍તારમાંથી પસાર થતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોય રેડ કરી જુગાર રમતા રમેશ ઉગાભાઇ વાળા, પરસોતમ ગોવિંદભાઇ ચૌહાણ, કાંતી મુળુભાઇ ભાદરકા, મહેશ બાબુભાઇ, પુરાબીયા ગૌત્તમ પરબતભાઇ ભાદરકા, મહેશ વાઘજીભાઇ દવેરા (રહે. તમામ દાસી જીવણપરા) ને રોકડા રૂા.૭૧,પ૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છ.ે

(1:17 pm IST)