Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જુનાગઢમાં રૂ.૧.૧૨ કરોડના ખર્ચે સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટના વાહનોનું લોકાર્પણ

જુનાગઢઃ શહેરમાંથી સોલીડ વેસ્‍ટનું મેનેજમેન્‍ટ સુચારૂ થાય તે હેતુથી સરકાર દ્વારા ૧૫માં નાણાપંચની ફાળવેલ ગ્રાન્‍ટમાંથી કુલ ૧.૧૨ કરોડના જે.સી.બી. કંપનીના ૪(ચાર) વાહનો ૧.ફન્‍ટ એન્‍ડ લોડર (ડોઝર બ્‍લેડ), ૨ ટેલી હેન્‍ડલર, ૩.ફ્રન્‍ટ એન્‍ડ ડોઝર (લોડર બ્‍લેડ), ૪. ફ્રન્‍ટ એન્‍ડ બેક હો લોડરની ખરીદી કરવામાં આવેલ છે. જે વાહનોનું મેયર ગીતાબેન મોહનભાઇ પરમાર, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, સ્‍થાયી સમિતિ ચેરમેન હરેશભાઇ પરસાણા, ડે.કમિશનર જયેશ.પી.વાજા, કોર્પોરેટર શારદાબેન પુરોહિત તથા અન્‍ય કોર્પોરેટર દ્વારા ફૂલહાર અર્પણ કરી શાસ્‍ત્રોકત વિધિ કરીને લોકાપર્ણ કરવામાં આવેલ છે. આ વાહનોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવેલ. આ તકે કાર્યપાલક ઇજનેર (વો.વ) અને વાહન વ્‍યવહાર અધિકારી અલ્‍પેશભાઇ ચાવડા, પ્રોગ્રામ ઓફિસર વત્‍સલાબેન દવે, ઇલે.ઇજનેર અને સેની.સુપ્રી. હાજાભાઇ ચુડાસમા ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:19 pm IST)