Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જામનગરમાં મોટરસાયકલ સામસામે આવી જતા બઘડાટી : સામ સામી ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કરણ ઉર્ફે કિશન અરવિંદભાઈ ચૌહાણ, ઉ.વ.૩૦, રે. સુભાષમાર્કેટ, ધનબાઈનો ડેલો, ચારણફળીવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કરણ ઉર્ફે કિશન પોતાનું મોટરસાયકલ લઈ જતો હોય ત્‍યારે દેવુભાના ચોક પાસે આરોપી ચેતન નરેન્‍દ્રભાઈ પરમાર મોટરસાયકલ લઈ ને આવતા હોય જેથી બંન્‍ને મોટરસાયકલ સામસામે થતા આરોપી ચેતને ફરીયાદી કરણ ઉર્ફે કિશનને મોટરસાયકલ જોઈને ચલાવવાનું કહીને જેમફાવે તેમ ગાળો આપી થપાટ મારી લઈ જપાજપી કરતા ફરીયાદી કરણ ઉર્ફે કિશને તેને રોકતા આરોપી ચેતને પોતાના ભાઈ ભાવિન નરેન્‍દ્રભાઈ પરમાર તથા નરેન્‍દ્રભાઈ પરમાર ને બોલવતા નરેન્‍દ્રભાઈના હાથમા તલવાર તથા ભાવિનના હાથમાં લાકડાનો ધોકો લઈ આવી આરોપી નરેન્‍દ્રભાઈએ ફરીયાદી કરણ ઉર્ફે કિશનને વાંસાના ભાગે તલવારનો હાથો મારી ઈજા કરતા ફરીયાદી કરણ ઉર્ફે કિશન પડી જતા આરોપી ભાવિનને ફરીયાદી કરણ ઉર્ફે કિશનને પેટના ભાગે ધોકાનો એક ઘા મારી મુંઢ ઈજા કરી શરીરે ઢીકાપાટુનો માર મારી ફરીયાદી કરણ ઉર્ફે કિશન ઉભો થવા જતા આરોપી ચેતને ધોકો મારતા રીક્ષા સાથે ભટકાતા માથામા મુઢ ઈજા કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં ચેતન નરેન્‍દ્રભાઈ પરમાર, ઉ.વ.૩૪, રે. સુભાષમાર્કેટ,દેવુભાનો ચોક, ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ચેતન  પોતાનું મોટરસાયકલ લઈ જતો હોય ત્‍યારે દેવુભાના ચોક પાસે આરોપી કરણ ઉર્ફે કિશન અરવિંદભાઈ ચૌહાણ મોટરસાયકલ લઈ ને આવતા હોય જેથી બંન્‍ને મોટરસાયકલ સામસામે થતા આરોપી કરણ ઉર્ફે કિશનને ફરીયાદી ચેતનને મોટરસાયકલ જોઈને ચલાવવાનું કહીને જેમફાવે તેમ ગાળો આપી થપાટ મારી લઈ જપાજપી કરતા આરોપી તેજશ પરમાર તથા અર્જુન રાજુભાઈ ચૌહાણ, ઋત્‍વિકભાઈ સુરેશભાઈ ચૌહાણ બધા આવી જઈ ફરીયાદી ચેતનને ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મારમારી  મુંઢ ઈજા કરતા ફરીયાદી ચેતન સારવારમાં જી.જી.હોસ્‍પિટલ ગયેલ હોય ત્‍યારે આરોપી તેજશ પરમાર એ હાથમા લાકડાનો ધોકો તથા આરોપી અર્જુનભાઈએ હાથમાં લોખંડનો પાઈપ તથા આરોપી ઋત્‍વિીકભાઈએ હાથમાં લાકડાનો ધોક લઈ આવી ફરીયાદી ચેતનભાઈને થપાટ મારી જમણા પગમા ધોકાનો ઘા મારી પછાડી દઈ આરોપી ઋત્‍વિક તથા અર્જુન ધોકા તથા પાઈપ વડે ફરીયાદી ચેતનને બંન્‍ને પગમાં મુંઢ ઈજા કરી ત્‍યાંથી નાશી જઈ ફરીયાદી ચેતનના ઘરે આવી ઘરની બહારથી દરવાજામાં ધોકા મારી રૂ.૧૦૦૦/નું નુકશાન કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

 કારખાના માંથી પીતળનો

સામાન ચોરી થયાની રાવ

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં આદમભાઈ હારૂનભાઈ ખીરા, ઉ.વ.૩૮, રે. કનસુમરા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે. કે, ઉદ્યોગનગર, શંકરટેકરી ખાતે પ્‍લોટ નં.૩પપ માં ફરીયાદી આદમઈભાઈનું ભભઅમન બ્રાસભ નું કારખાનામાં પીતળનો છોલ અંદાજે ૧૦૦ કિલો કિંમત રૂ.૪૭૦૦૦/- તથા અઢી અઢી ફુટના પીતળના વાયરના તાર ૯૦ કિલોના જેની કિંમત રૂ.૪૪,૧૦૦/- તથા પીતળના આઈ આકારના તથા બેટ આકારનો માલ ૩૦૦ કિલો જેની કિંમત રૂ.૧,પ૪,પ૦૦/- અમે કુલ રૂ.ર,૪પ,૬૦૦/- ના મુદામાલની કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બ્રાસનો સામાન ચોરી

કરી જતા તસ્‍કરો

અહી સીટી સી પોલીસ સ્‍ટેશનમાં જગદીશભાઈ દામજીભાઈ શંક, ઉ.વ.૪૩, રે. રણજીતસાગર રોડ, પંચવટી સોસાયટી શેરી  નં.પવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ઉદ્યોગનગર રોડ નં.૮૮/પ, ભભશ્રી રાજ રોડલીંકભભ નામથી ફરીયાદી જગદીશભાઈના ટ્રાન્‍સપોર્ટના ગોડાઉનમાં રાખેલ પાણીની ઈલેકટ્રીક મોટર નંગ-૧૦, કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા એક બ્રાસ પીતળના અલગ અલગ સામાનનું કાર્ટુન ૩૪ કિલો કિંમત રૂ.૧૬૩ર૦/- તથા ટ્રાન્‍સપોર્ટની ઓફીસ અને ગોડાઉનમાં સી.સી.ટીવી કેમેરાનું ડી.વી.આર. કિંમત રૂ.૧પ૦૦૦/- એમ કુલ કિંમત રૂ.૬૧૩ર૦/- ના મુદામાલની કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જમીન પચાવી પાડતા

પાંચ સામે ફરીયાદ

કાલાવડ ગ્રામ્‍ય પોલસી સ્‍ટેશનમાં પાર્થવકુમાર પ્રવિણચંદ્ર ગણાત્રા, ઉ.વ.૪૬, રે. કૃષ્‍ણાશ્રેય, નાલંદા સોસાયટી, શેરી નં.૪ બંગલા નં.એ/૧૯, કોટેચા ચોક કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજદિનસુધી ફરીયાદી પાર્થવકુમારની માલિકીની કાલાવડ તાલુકાના આણંદપર ગામે આવેલ ચાપરાના મારગ વાળુ સીમમા નવા રેવન્‍યુ સર્વે નં.૯૬૮ વાળી હે.આરે.ચો.મી.૧-ર૧-૪૧ ના ક્ષેત્રફળની ખેતીની જમીનમાં આ કામના આરોપીઓ નારાયણસિંહ ગણેશકુમારસિંહ ઝાલા, ગણેશકુમારસિંહ ઝાલા, ગાયત્રીબા ગણેશકુમારસિંહ ઝાલા, જાનકીબા ગણેશકુમારસિંહ ઝાલા, રાજદીપસિંહ જે.જાડેજા એ ફરીયાદી પાર્થીવકુમારની સદરહુ ખેતીની જમીનમાં પશ્ચીમભાગે ક્ષેત્રફળ હે.૦-ર૮-પ૧ ચો.મી.વાળી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડેલ હોય અને આ બાબતે ફરીયાદી પાર્થીવકુમારે આરોપીઓને સમજાવવા જતા આરોપી ગણેશકુમારસિંહ તથા રાજદીપસિં જાડેજાએ ફરીયાદી પાર્થીવકુમારને ભુંડા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીએ એકબીજાની મદદગારી કરી સદરહુ જમનીમાં કબ્‍જો ચાલુ રાખેલ હોય જેથી ફરીયાદી પાર્થીવકુમાર એ જામનગર કલેકટર સાહેબશ્રી સંબોધીનને પોતાની જમીન ખાલી કરવા બાબતે અરજી કરતા લેન્‍ડ ગ્રેબીંગ સમીતી જામનગરમાં ફરીયાદ નોંધાવી છે.

વર્લીમટકાના આંકડા

લખતા બે ઝડપાયા

જામનગર : અહીં સીટી ભસીભ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખીમશીભાઈ ગોવિંદભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી વિનોદભાઈ સોહનભાઈ ખોરવાલ, કામીલભાઈ ફીરોજભાઈ ખફી એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી મુદામાલ કિંમત રૂ.૧૦,૬પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

અગમ્‍ય કારણોસર યુવાને

ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્‍યું

અહીં શંકરટેકરી પાણીના ટાકા પાસે, ઘોડેશ્‍વર મહાદેવના મંદિર પાસે રહેતા ભરતભાઈ મોહનભાઈ ચૌહાણ, ઉ.વ.૪૧ એ સીટી સી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૯-૩-ર૦ર૩ના મરણજના દિનેશભાઈ મોહનભાઈ ચૌહાણ, ઉ.વ.૪૬, રે. એરફોર્સ-ર, યુનિટ ધોબીઘાટ, બિલ્‍ડીંગ વાળાએ પોતાના ઘરે છતના પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે. મરણજનાર પાસેથી સુસાઈટ નોટ મળી આવેલ છે આ અંગે સીટી સી ના પી.એસ.આઈ. એસ.એમ.સીસોદીયા તપાસ ચલાવી રભ છે.

માનસીક બિમારીથી ક

ંટાળી વૃઘ્‍ધાએ ટ્રેન હેઠળ ઝંપલાવ્‍યું

અહીં નવાનાગના ગામે રહેતા સરોજબેન રવિભાઈ હડીયલ,ઉ.વ.૩૭ વાળાએ બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૯-૩-ર૦ર૩ના મરણજનાર ગંગાબેન દેવજીભાઈ નકુમ, ઉ.વ.૬૦ વાળા ને છેલ્લા એક વર્ષથી માનસીક તથા બીપીની બિમારી હોય અને તેની દવા પણ ચાલુ હોય તેમ છતા સારૂ થતુ ન હોય જેથી પોતાની બિમારી થી કંટાળી ગયેલ હોય અને ઘેરથી કોઈને કભ વગર પોતે પોતાની રીતે સામેથી વિભાપરથી નવાનાગના તરફ સેન્‍ચ્‍યુરી કેમીકલ કંપની તરફ જતા રસ્‍તે આવેલ રેલ્‍વે પાટા ઉપર ટ્રેન હેઠળ કપાઈ જતા મરણ ગયેલ છે.

અકસ્‍માતે કુવામાં પડી

જતા યુવાનનું મોત

જામજોધપુર તાલુકાના રબારીકા ગામે રહેતા સામતભાઈ ટપુભાઈ કરમુર, ઉ.વ.પપ વાળા એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૯-૩-ર૦ર૩ના મરણજનાર વિપુલભાઈ વેજાભાઈ કરમુર, ઉ.વ.૩૬ વાળા પોતાની વાડીએ કામ અર્થે ગયેલ હોય ત્‍યારે પોતાની વાડીના રસ્‍તે આવેલ પોતાના કૌટુમ્‍બીક ભાઈની વાડીએ આવેલ કુવા પાસે ગયેલ ત્‍યારે અકસ્‍માતે પગ લપશી જતા કુવામાં પડી જતા અને મરણજનાર વિપુલભાઈને તરતા ન આવડતુ હોય જેથી કુવામાં ડુબી જતા મરણ થયેલ છે.

(1:23 pm IST)