Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ભાવનગરમાં પી.એન.આર. હોસ્પિટલમાં ત્રાંસી આંખની તપાસ-ઓપરેશનનો ફ્રિ કેમ્પ

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :  પ્રવિણચંદ્ર દલાલ ડિસેબિલીટી પ્રિવેન્શન સેન્ટર અન્વયે પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ દ્વારા સમીર ડાયમંડ એકસપોર્ટ લી.-મુંબઈના આર્થિક સહયોગથી પી.એન.આર. હોસ્પિટલમાં તા. ૩૧-૩-૨૩ ને શુક્રવાર સવારે ૧૦-૩૦ કલાકે ત્રાંસી આંખની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બાળકોમાં જ્ન્મજાત ત્રાંસી આંખ, ઢળેલી પાંપણ, બાળ મોતિયો વિગેરે જરૂરિયાતવાળા દર્દીઓને વિનામુલ્યે તપાસ-સારવાર,ઓપરેશન , પેડીયાટ્રીક ઓપ્થેલ્મિક ડો. જનક શાહ, મુંબઈ દ્વ્રારા કરી આપવામાં આવશે. જરૂરિયાતમંદ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લેવા પી.એન.આર. હોસ્પિટલ, અંધઉદ્યોગ શાળા કેમ્પસ , વિઘાનગર, ભાવનગર ખાતે રૂબરૂ સવારે ૯ થી સાંજના ૬ ક્લાક દરમિયાન નામ નોંધાવી જવા. બહારગામના દર્દીઓ મો. નં. ૮૮૬૬૨૨૯૯૨૧ ઉપર પણ નોંધાવી શકશે.

(10:42 pm IST)