Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

સગી દિકરી સાથે શરીર સંબંધ બાંધનાર નરાધમને ઢળતી સાંજે ટંકારા પોલીસે દબોચી આજે મોરબી કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ પર સોંપ્યો

આરોપી નામાંકિત સંતનો અનન્ય ભક્ત નિકળ્યો. નિત્ય સવાર સાંજ કલાકો સુધી પુજા પાઠ કરતો અને ધરે એકલતાનો લાભ લઈ હેવાનિયત આચરતો

મોરબી : કઠણ કાળજાના લોકોને પણ હચમચાવી મૂકી, સમાજમાં શર્મશાર અને જધન્ય અપરાધ આચરી સગા બાપે પોતાની સગીર વયની દીકરી ઉપર નજર બગાડી પાંચેક વર્ષ સુધી  ધાક ધમકી આપી, હેવાનિયત આચરી મારકુટ કરતો રહેલ નરાધમ વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ દાખલ થયાના કલાકો બાદ ટંકારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આજે ઢળતી સાંજે પકડી પાડયો હતો અને આજે મોરબી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીને એક દિવસ માટે પોલીસ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

આ નરાધમ એક નામાંકિત સંતનો અનન્ય ભક્ત હોવાનું જાણવા મળ્યું છે. તદઉપરાંત દૈનિક સવારે અને સાંજે કલાકો સુધી પુજાપાઠ કરી ધાર્મિક પુસ્તકોનો પટારો ભરી રાખતો હતો. અને ધરેથી જ્યારે કામકાજ બાબતે પરીવારના સભ્યો બહાર હોય ત્યારે આ હવસખોર નરાધમ સગી દિકરીનું જાતિય શોષણ કરતો હતો.
ટંકારાના ફોજદાર એચ આર હેરભા, રાઈટર જીતુભાઇ, ખાલિદખાન રફિકખાન સહિતના મહિલા કર્મચારી દ્વારા વિશેષ તપાસ હાથ ધરાઇ રહેલ છે.સોમવારે કોર્ટ સમક્ષ ભોગ બનનાર ફરીયાદીનુ નિવેદન નોંધાશે, એ માટે કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે

 

   
(9:47 pm IST)