Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબીવાસીઓ કોઈને ઘર ભાડે આપે તો પાલીસને જાણ કરો નહિતર થશે કાર્યવાહી.

પરપ્રાંતિય મજૂરોને કામે રાખવા તેમજ મકાન ભાડે આપી પોલીસને જાણ નહિ કરનારા આસામીઓ વિરુદ્ધ છેલ્લા 6 દિવસથી કાર્યવાહી ચાલુ

મોરબી શહેર અને જિલ્લામા પરપ્રાંતિય મજૂરોને કામે રાખવા તેમજ મકાન ભાડે આપી પોલીસને જાણ નહિ કરનારા આસામીઓ વિરુદ્ધ છેલ્લા 6 દિવસથી કાર્યવાહી ચાલુ છે. ત્યારે વધુ 5 લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 જેમાં મોરબીની કબીરટેકરી શેરી નંબર-6માં રહેતા મહમદભાઇ હાજીભાઇ મુસાણી અને યોગેશભાઇ ગંગારામભાઇ અગેચણીયાએ પોતાની માલીકી ની ઓરડીઓ પરપ્રાંતીય માણસોને ભાડેથી આપી હતી છતાં પોલીસને જાણ કરી ન હતી.જયારે મોરબીમાં શકતશનાળા જી.આઇ.ડી.સી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ કારખાનાના કોન્ટ્રાકટર કીશનભાઇ નરશીભાઇ પરમાર, મોરબીના સીલ્વર પેક ઇન્ડસ્ટ્રીઝ કારખાનાના કોન્ટ્રાકટર કૈલાશભાઇ મુળજીભાઇ સવસાણી, માળીયામાં જામનગર હાઇવે રોડ, ચાંચાવદરડા ગામની સીમ, વિતરાગ પોલીપેક એલ.એલ.પી.માં વવાણીયાના કોન્ટ્રાકટર ધનજીભાઇ અવચરભાઇ સદાતીયા સહિતના લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે.
જેમાં પોલીસે ફરિયાદી બની જણાવ્યું છે કે MORBI ASSURED એપ્સમાં પરપ્રાંતીય મજુરનું રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું અમલી હોય છતાં આરોપીએ પરપ્રાંતીયોના આઈડી પ્રૂફ મેળવ્યા ના હતા અને એપમાં રજીસ્ટર નહિ કરાવી જાહેરનામાં ભંગ કર્યો હોય જેથી તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 
(11:41 pm IST)