Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

ફરી દરિયાકાંઠે મેગા ડિમોલિશનની તૈયારી : કાલથી સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિર આસપાસ ઐતિહાસિક ડિમોલિશન શરુ થવાના એંધાણ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મોટાભાગની પોલીસ અને સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લામાંથી પોલીસ કાફલો બોલાવાયો : રાતથી જ આજુબાજુના વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો : જિલ્લાના બેટ દ્વારકા બાદ વધુ એક મેગા ડિમોલિશનની તૈયારી કરતું તંત્ર

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : સૌરાષ્ટ્રના ફરી દરિયાકાંઠે મેગા ડિમોલિશનની તૈયારી શરૂ થયાનું જાણવા મળે છે મળતી વિગત મુજબ આવતીકાલથી દરિયાકાંઠાના સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિર આસપાસ ઐતિહાસિક ડિમોલિશન શરુ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે

 વધુમાં મળતી વિગત મુજબ  દેવભૂમિ દ્વારકા જિલ્લાની મોટાભાગની પોલીસ અને સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લામાંથી પોલીસ કાફલો બોલાવાયો છે અને આજ રાતથી જ આજુબાજુના વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે, જિલ્લાના બેટ દ્વારકા બાદ વધુ એક મેગા ડિમોલિશનની તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે  

(11:57 pm IST)