Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબીમાં શહીદ દિવસ નિમિતે “વીર માંગડાવાળો” અને પદ્માવતી” મહાનાટક ભજવાશે.

માતૃભુમી વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૨૩ માર્ચના રોજ એક શામ અમરજવાનો કે નામ કાર્યક્રમનું આયોજન

મોરબી : માતૃભુમી વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૨૩ માર્ચના રોજ એક શામ અમરજવાનો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ અંતર્ગત વીર માંગડાવાળો અને પદ્માવતી મહાનાટક ભજવાશે

માતૃભુમી વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી દેશની મહાન ક્રાંતિકારી ત્રિપુટી શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને વીરાંજલિ આપવા માટે ૨૩ માર્ચના રોજ એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહીદોની સ્મૃતિમાં આ વર્ષે સનાતન ધર્મ અને ગૌ માતાની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર માંગડાવાળો અને પદ્માવતી મહાનાટકનું આયોજન કરવામાં આવ્યું છે
માતૃભુમી વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૨૩ માર્ચને ગુરુવારે રાત્રે ૦૮ : ૩૦ કલાકે સનસીટી ગ્રાઉન્ડ, એસપી રોડ અને ઘુનડા રોડ વચ્ચે કાર્યક્રમ યોજાશે જેમાં લેખક માલદે આહીર, દિગ્દર્શક ચેતન ટાંક તેમજ ગાયકવૃંદ માલદે આહીર, લલીતા ઘોડાદ્રા અને ગ્રુપ તેમજ પુરુષાર્થ એજ્યુકેશન સીસ્ટમ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.

(12:00 am IST)