Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબી: ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મહિલાઓને પગભર બનાવવા માટે નિઃશુલ્ક સિવણ ક્લાસનો પ્રારંભ

મોરબીની જાણીતી સામાજિક સંસ્થા ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જરૂરિયાત મંદ અને વિધવા બહેનોને પગભર બનાવવા માટે નિઃશુલ્ક સિવણ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અંગે ઇન્ડિયન લાયોનેસ કલબના નયનાબેન બારા,પુનમબેન હિરાણી,મયુરીબેન કોટેચા,શોભાનાબા ઝાલા સહિતની ટીમે એ મીડિયાને જણાવ્યું હતું કે, મોરબીની જરૂરિયાત મંદ અને વિધવા બહેનો પગભર બને અને તેમના જીવનમાં કોઈપણ પ્રકારની આર્થિક સંકળામણ ઉત્પન્ન ન થાય એ હેતુથી ઇન્ડિયન લાયન્સ ક્લબ અને મહિલા પ્રગતિ મંડળના રંજનબેન ભાયાણી સહિતની ટીમે  સંયુક્ત ઉપક્રમે સિવણ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં વિધવા બહેનો અને જરૂરિયાતમંદ બહેનોને નિશુલ્ક પણે સીવણની તાલીમ પ્રદાન કરવામાં આવશે
તો જે કોઈપણ જરૂરિયાતમંદ મહિલાઓ અને વિધવા બહેનો આ સિવણ ક્લાસમાં જોડાવા માંગતા હોય તે ઇન્ડિયન લાયન્સ ક્લબનો સંપર્ક કરી શકે છે અમારો માત્ર એક જ હેતુ છે કે જરૂરિયાત મંદ અને વિધવા બહેનોને કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યા ઉત્પન્ન ન થાય અને તેઓ સ્વબળે પગભર બને તેવું તેમણે જણાવ્યું હતું.

(12:10 am IST)