Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ૫૦૦ બહેનોનું વિનામૂલ્યે હિમોગ્લોબીન ચેકઅપ કરાયું.

કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડશન સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબી :  સાર્થક વિદ્યામંદિરમાં આજે નિશુલ્ક હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૦૦ બહેનોએ નિશુલ્ક હિમોગ્લોબીન ચેકઅપનો લાભ લીધો હતો અને જરૂરી મેડીશીન પણ આપવામાં આવી હતી

સાર્થક વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૬ થી ૧૨ ની ૫૦૦ જેટલી બહેનોનું આજે હિમોગ્લોબીન ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડશન સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો બહેનોએ લાભ લીધો હતો જે ચેકઅપ ઉપરાંત હિમોગ્લોબીનની ઉણપથી શું નુકશાન થઇ સકે છે હિમોગ્લોબીન એટલે કે લોહીના ટકાની મેડીસીન ગોળી લેવની રીત અને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર વિશે માહિતી આપવામાં આવી હતી.

   
(12:12 am IST)