Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

મોરબીમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે યુપીથી ઝડપી લીધો.

આરોપીને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા.

મોરબી શહેરમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી અને આરોપી સગીરાને લઈને યુપી ભાગી ગયો હોવાની માહિતી મળતા યુપીથી આરોપીને ઝડપી લઈને મોરબી લાવવામાં આવ્યો છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગત તા. ૦૭-૦૧-૨૦૨૩ ના રોજ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી સંજય ચંદનસિંહ યાદવ( રહે બડાગાવ જસરાના ફીરોદાબાદ (યુપી) વાળો) લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને એ ડીવીઝન પોલીસે એક ટીમ બનાવી દિલ્હી તેમજ નોઇડા ઉત્તરપ્રદેશ) મોકલી હતી જેમાં નોઇડાથી ભોગ બનનાર સગીરા મળી આવી હતી અને આરોપી સંજય શ્રીચંદનસિંહ પાલ (રહે યુપી વાળા)ને દબોચી લઈને મોરબી લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ એચ જે જાડેજા, પીએસઆઈ કે એચ ભોચીયા, કિશોરભાઈ મકવાણા, જનકભાઈ મારવાણીયા, રમેશભાઈ કાનગડ, ચકુભાઈ કરોતરા, અરજણભાઈ ગરિયા, હીતેશભાઇ ચાવડા, મહિલા પોલીસ પુનમબેન ચૌધરી સહીતની ટીમ જોડાયેલ હતી

(12:14 am IST)