Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

હળવદ - મોરબી રોડ પરથી ૪૪૫૨ બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલ મીની ટ્રક એલ. સી. બી એ ઝડપી લીધી.

૧૯ લાખનો દારૂ, વાહન સહીત ૨૪.૧૬ લાખનો મુદામાલ જપ્ત.

હળવદ મોરબી રોડ પરથી પસાર થતા મીની ટ્રક કન્ટેનરને પોલીસે ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૪૪૫૨ બોટલ, વાહન સહીત કુલ રૂ ૨૪.૧૬ લાખનો મુદામાલ જપ્ત કરી પોલીસે ૧૯ લાખથી વધુ દારૂનો જથ્થો, વાહન સહીત ૨૪.૧૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ મોરબી રોડ પર એક મીની ટ્રક જીજે ૬ એક્સએક્સ ૯૦૨૦ બંધ બોડીનું કન્ટેનર ઉભું હોય જેમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં ટ્રકમાં તલાશી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો
જે મીની ટ્રકમાં રહેલ દારૂની ગણતરી કરતા ઓલ સીઝન વ્હીસ્કી બોટલ નંગ ૬૧૨ કીમત રૂ ૩,૬૭,૨૦૦ મેકડોવેલ્સ વ્હીસ્કી બોટલ નંગ ૧૭૫૨ કીમત રૂ ૬,૫૭,૦૦૦ મેઝીક મોમેન્ટ ગ્રીન એપલ ફેલ્વાર વોડકા નંગ ૧૦૨૦ કીમત ૩,૩૬,૬૦૦ રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ ૧૦૬૮ કીમત રૂ ૫,૫૫,૩૬૦ મળીને કુલ રૂ ૧૯,૧૬,૧૬૦ ની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને મીની ટ્રક કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૨૪,૧૬,૧૬૦ નો મુદામાલ જપ્ત કરી ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે અને મુદામાલ હળવદ પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે
આ કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે જે ચૌહાણ, એ ડી જાડેજા, એલસીબી ટીમના સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમભાઈ ફૂગસીયા, તેજશકુમાર વિડજા, પેરોલ ફર્લો સ્કવોડ અને ટેકનીકલ ટીમનો સ્ટાફ જોડાયેલ હતો

   
(12:15 am IST)