Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જેતલસર સગીરા હત્યા પરકરણમાં વધુ એક મુદ્દત પડી :ચોટીલાથી છરી ખરીદી પૂર્વયોજિત ખૂનમાં સંડોવાયેલા ગુનેગારને છોડવો સમાજ માટે ભારે ખતરારૂપ

ફરિયાદી તરફે સ્પેશિયલ પીપી જનક પટેલની દલીલ : હવે 13 મીએ વધુ સુનાવણી

જેતલસર :જેતલસર ગામની સગીરાનાના હત્યા પ્રકરણમાં આજે 10 મીએ આરોપીને સજા સંભળાવાય તેવી પરિવારજનોની આશા થોડી નિરાશામાં પલટાઈ હતી. જોકે ફરિયાદ પક્ષના સ્પેશિયલ પીપી જનક પટેલની જો આરોપીને મુક્ત કરવામાં આવે તો દેશના નિર્ભયા કેશથી પણ વધુ ભયંકર ઘટનાંનો આરોપી  સમસ્ત સમાજ માટે ખતરારૂપ બની શકે છે વિગેરે દલીલોના અંતે જેતપુર કોર્ટે વધુ સુનાવણી માટે હવે 13 મી માર્ચ મુકરર કરી હતી.

અગાઉ 6 ઠ્ઠી માર્ચના રોજ જેતલસરની સગીરાની હત્યા સબબ જેતપુર કોર્ટમાં બંને પક્ષના વકીલોની દલીલો બાદ વધુ સુનાવણી આજે 10 મી માર્ચે જેતપુરની કોર્ટમાં હતી. ત્યારે ફરિયાદી પક્ષના સ્પેશિયલ પીપી જનક પટેલે દલીલ કરી હતી કે, દેશમાં આગાઉ નિર્ભયા કેશ અચાનક બન્યો હતો. અને 13 દિવસ બાદ નિર્ભયાનું મૃત્યુ થયું હતું.
જ્યારે જેતલસર સગીરાની હત્યાના બનાવમાં આરોપી જયેશ ગિરધર સરવૈયાનું હત્યા માટેનું પૂર્વયોજિત કાવતરું હોય તેમ છેક ચોટીલા જઈને તિક્ષણ છરી ખરીદી લાવ્યો હતો. ત્યાર બાદ આરોપીએ સગીરાની કરેલી કરપીણ હત્યા એ નિર્ભયા કેશ કરતાં પણ વધુ ભયાનક ઉપસી આવી છે. એક-બે નહીં પણ લગાતાર છરીના 34 ઘા ઝીંકીને સગીરાની હત્યા કરવા ઉપરાંત તેણીના ભાઈને પણ છરીના ઘા ઝીંકી દેતા જો તે કિશોર ભાગી ગયો ન હોત તો તેમની પણ હત્યા કરી નાખી હોત, એ જોતાં આરોપી કોઈ દયા દાખવી ન શકાય. એટલું જ નહીં

 

(12:34 am IST)