Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

લોધીકા પંથકમા થયેલ હત્યા કેસમાં આરોપીને આજીવન સખ્ત કેદની સજા ફટકારતી ગોંડલ સેસન્સ કોર્ટ

અનિડા વાછરાના ગોપાલભાઈ વાઘેલાની થયેલી હત્યામા ઇશાક ઉર્ફ ઘોઘો સુલેમાનભાઇ જોબણને અદાલતે આજીવન સખ્ત કેદની સજા ફટકારી

ગોંડલ :લોધીકા પંથકમા સાડા ત્રણ વર્ષ પહેલા અનિડા વાછરાના ગોપાલભાઈ વાઘેલાની થયેલી હત્યામા હત્યા નીપજાવનાર ઇશાક ઉર્ફ ઘોઘો સુલેમાનભાઇ જોબણને અત્રેની અદાલતે આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણીના અનિડા વાછરા રહેતા ગોપાલભાઈ કરશનભાઈ વાઘેલા ગત તા.૨૭/૬/૧૯નાં લોધીકાની હદમા આવેલ ભીખાભાઇ મકવાણાની વાડીએ ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા ઇશાક ઉર્ફ ઘોઘો સુલેમાનભાઇ જોબણ સાથે દારુ પીવા બેઠા હતા.દરમ્યાન બન્ને વચ્ચે જગડો થતા ઇશાક ઉર્ફ ઘોઘા એ ઉશ્કેરાઇ જઇ  ગોપાલભાઈના માથામા લોખંડની ફરસીના ઘા મારી હત્યા નિપજાવી હતી.બાદ મા લોહીવાળા કપડા સળગાવી દઇ અને ફરસી પાણીથી ધોઇ નાખી ઘર મા છુપાવી દઇ પુરાવા નો નાશ કર્યો હતો.

બનાવ અંગે મૃતક ગોપાલભાઈના પત્નિ હંસાબેને લોધીકા પોલીસ સ્ટેશન મા પોતાના પતિ ની હત્યા અંગે ઇશાક ઉર્ફ ઘોઘા સામે ફરિયાદ કરતા ફરિયાદી અનુસુચિત જાતિ ના હોય ગોંડલ ડીવાયએસપી હરપાલસિહ જાડેજા ને સોંપાતા તેમણે ઇશાકની ધરપકડ કરી કલમ ૩૦૨-૨૦૧ ગુજરાત પોલીસ એકટ કલમ ૧૩૫,એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કરી ચાર્જશીટ અત્રે ની સેસન્સ કોર્ટ મા રજુ કર્યુ હતુ.

દરમિયાન અદાલતમા કેસ ચાલી જતા શરુઆતમા સરકારી વકીલ જે.ડી.ચાવડાએ સાક્ષીઓની મૌખીક જુબાની લીધા બાદ અનુભવી સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયાએ આરોપીની કંડકટ,ગુન્હાહીત ઇતિહાસ સાથે ધારદાર દલીલો કરતા સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.પી.સીંઘ રાઘવે આરોપી ઇશાક ઉર્ફ ઘોઘો સુલેમાનભાઇ જોબણ ને તકસીરવાન ઠેરાવી આજીવન સખ્ત કેદ ની સજા નો હુકમ ફરમાવ્યો છે

(12:42 am IST)