Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

જસદણ ખાતે બાગાયત ખાતા દ્રારા "અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ" વિશે તાલીમ કાર્યક્રમ યોજાયો

જસદણ ખાતે બાગાયત ખાતું રાજકોટ દ્રારા કાર્યરત અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ સેંટર ફોર એંન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE) અને અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ - જસદણ દ્વારા સંયુક્ત ઉપક્રમે “ અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

આ તાલીમમાં ડો. કનુભાઈ કરકર દ્વારા આજના સમયમાં કિચન ગાર્ડનની જરુરિયાત વિષે ચર્ચા કરવામાં આવી હતી તેમજ રસિકભાઈ નકુમે હાઈડ્રોપોનીક્સ ખેતી પધ્ધતિનુ લાઈવ ડેમોન્સ્ટ્રેશન રજૂ કર્યું હતું. મદદનીશ બાગાયત નિયામક એચ.ટી. ભીમાણીએ કિચન ગાર્ડન માટે અગત્યના વિવિધ આયામો અને બાગાયત અધિકારીશ્રી એ.કે.ટાંકએ કેનીંગ – મહિલા વૃત્તિકા તાલીમ વિષે મહિલાઓને સવિસ્તાર માહિતી આપી હતી.

સૌરાષ્ટ્રની વિભાગીય કચેરીના મદદનીશ બાગાયત નિયામક વિપુલભાઈ સુરેલાએ તાલીમાર્થીઓને બાગાયત ખાતાની કલ્યાણકારી યોજનાઓ વિશે માહીતગાર કર્યા હતા. આ કિચન ગાર્ડન તાલીમમાં ૩૦૦થી વધુ ભાઈઓ અને બહેનોએ તાલીમ લીધી હતી.

(1:09 am IST)