Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

લાઠીના અકાળા ગ્રામ પંચાયત દ્વારા સાંજના 7 થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર

દુકાનો બંધ રાખવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ મંદિરે ચોરે બેસવું નહિ સહિતના નિયમો

અમરેલીના લાઠીના અકાળા ગામની ગ્રામ પંચાયત દ્વારા સાંજના 7 થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા જતા કેસોને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ગામ આ આગેવાનો અને પંચાયત દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. દુકાનો બંધ રાખવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ મંદિરે ચોરે બેસવું નહિ સહિતના નિયમો બનવવામાં આવ્યા છે. આજથી આ નિર્ણય લાગુ થશે.

(10:29 am IST)