Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

મૂળીના રાણીપાટ ગામના ખેડૂતોની લો વોલ્ટેજ થતા વિજફોલ્ટ બાબતે રજૂઆત

 વઢવાણ : મૂળી તાલુકાના રાણીપાટ ગામે ખેડુતોને લો વોલ્ટેજ ના કારણે પિયત થતુ નથી તેમને નવુ ફિડર પણ તૈયાર કરેલુ છે પરંતુ પેનલ સહિત નો માલસામાન ઉપર થી નથી આવતો તંત્રની બેદરકારીના કારણે ખેડુતો પિયત પણ લઇ શકતા નથી ત્યારે થોડી ધણી હિમત કરી મૂળી તાલુકાના રાણીપાટ ગામના ૨૦ થી વધુ ખેડુતો પોતાના વાડી વિસ્તારમા ધણાજ સમય થી લો વોલ્ટેજ આવે છે વારંવાર વિજફોલ્ટ ઉભો થતા કિમતી વીજ ઉપકરણો બળી જવા ની ભિતી પણ રહેલી છે સબમર્સીબલ મોટર બળી જતા આર્થિ ક નુકશાની વેઠવી પડે છે જે અંગે સરા પીજીવીસીએલ ના ઇજનેર નિનામા સમક્ષ રજુઆત રાણીપાટ ગામના રૂષિ ભાઇ સહિ ત  ખેડુતોએ લેખિત રજુઆત કરેલ હતી આ અંગે પીજીવીસીએલ ના ઇજનેર નિનામાએ જણાવ્યા મુજબ રાણી પાટ ગ્રામજનો દ્રારા કરવામા આવેલ રજુઆત મુજબ તેમનુ ફિડર તૈયાર જ છે પરંતુ પેનલ સહિત સરસમાન નહિ આવવા થી કામ અટવાયુ છે વ્હેલી તકે આ પ્રશ્ર્નનુ નિરાકરણ લાવવામા આવશે.

(11:45 am IST)