Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

હળવદમાં સ્વાદિષ્ટ રસોઇ માટે પ્રખ્યાત અને બ્રહ્મસમાજ અગ્રણી ટીના મહારાજ કોરોના સામે હાર્યા જંગ

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૦: શહેર અને તાલુકા ભરમાં સ્વાદિષ્ટ રસોઈ માટે પ્રખ્યાત અને ખાસ કરીને હળવદના વિશ્વ વિખ્યાત પરંપરાગત ચૂરમાના લાડુના હાલના સમયમાં પણ સ્વાદ જાળવી રાખનાર એવા યોગેશભાઈ દલપતરામ જોષી કે જેઓ ટીના મહારાજના નામથી જાણીતા હતા તેઓ કોરોનો સામેનો જંગ હારી જતા શોકનું મોજું ફરી વળ્યું છે. ટીના મહારાજની ખાસિયતએ હતી કે બ્રહ્મસમાજની ચોર્યાસી હોઈ કે જ્ઞાતિ તળનું ભોજન હોઈ કે પછી કોઈ લગ્ન પ્રસંગે લાડુ, દાળ, ભાત, શાક,વાલનું જમણ હળવદ શહેર અને તાલુકાની લગભગ જ્ઞાતિ જાતિના લોકોને ખૂબ જ પસંદ આવતું હતું.

ટીના મહારાજના અવસાનથી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા , ધારાસભ્ય પરષોત્ત્।મભાઈ સાબરીયા, પાટીદાર અગ્રણી જશુભાઈ પટેલ , બ્રહ્મ સમાજ અગ્રણી વિજયભાઈ જાની, અજયભાઈ રાવલ ઉપરાંત અનેક રાજકીય, સામાજિક આગેવાનો તેમજ દરબારફળીના રહેવાસીઓ એ ઊંડા દુઃખની લાગણી અનુભવીને શ્રદ્ઘાંજલિ આપેલ છે.

(11:37 am IST)