Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જામનગરમાં રાહતના સમાચાર : કોરોના કુણો પડ્યો : કેસ ઘટ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૦: જામનગરમાં રવિવારે કોરોનાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. અગાઉ કરતા હવે રીકવરી રેટ વધતા સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે રવિવારે જામનગર જિલ્લામાં ૬૨૮ દર્દી સ્વસ્થ થયા એ જયારે છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ કેસોની સંખ્યા ઘટીને ૫૮૬ નોંધાઈ હતી. રવિવારે નવા પોઝિટિવ કેસ ઘટતા જામનગરવાસીઓ એ રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગર જિલ્લામાં લાંબા સમય બાદ ૨૪ કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો ૬૦૦ની અંદર રહ્યો છે. રવિવારે જામનગર શહેરમાં ૩૪૮ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૩૮ નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જેથી જિલ્લા મા કુલ નવા ૫૮૬ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જામનગર શહેર માં ૩૦૮ દર્દીઓ અને ગ્રામ્યમાં ૨૮૦ દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. ત્યારે રવિવારે સત્ત્।ાવાર રીતે જાહેર કરાયેલ માહિતી મુજબ જામનગર શહેરમાં ૫ લોકોના કોરોનાથી મોત અને ગ્રામ્યમાં ૨ લોકોના કોરો નથી મોત થયાનું જાહેર કરાયું છે આમ લાંબા સમય બાદ કોરોનાની ગતિ નરમ પડી હોય અને રિકવરી રેટ વધ્યો હોય જેથી રવિવારે જામનગર વાસીઓને મોટી રાહત મળી છે.

(1:25 pm IST)