Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી તરીકે જેનીબેન ઠુમરની નિમણુક

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૦ :  ગુજરાત પ્રદેશ યુવક કૉંગ્રેસ ના મહામંત્રી તરીકે શકિત શાળી મહિલા જેનીબેન ઠુમર ની નિમણુક કરતા અમરેલી જિલ્લા માં હર્ષ ની લાગણી ફેલાઇ હતી.

આગામી દિવસો માં યુવક કૉંગ્રેસ નું સંગઠન માળખું  સંગઠિત અને ચેતનવંતું બનાવવા ના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઇ ચાવડા ગુજરાત વિધાનસભા  વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી ની સૂચના થી ગુજરાત પ્રદેશ યુવક કૉંગ્રેસ ના મહામંત્રી તરીકે અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને શકિતશાળી મહિલા  શ્રીજેનીબેન ઠુમર ની વરણી કરવા માં આવતા અમરેલી જિલ્લા માં અનોખી ખુશી જોવા મળી રહી છે

શ્રી જેનીબેન ઠુમર અભ્યાસુ આવડત અને સંગઠન ના માહિર હોવા ના નાતે યુવક કૉંગ્રેસ નું સંગઠન મજબૂત બનાવવા માટે મહામંત્રી જેવા  મહત્વ ના સ્થાન ઉપર વરણી કરવા માં આવી છે શ્રીજેનીબેન ઠુમર અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે અમરેલી જિલ્લા ના ગામડા.ઓ માં ખૂબ જ સુંદર અને સરાહનીય કામગીરી કરી હતી તેમજ મહાનગર પાલિકા ની ચૂંટણી વખતે અમદાવાદમાં સંગેઠન અને કોર્પોરેશન ચૂંટણી માં ખૂબ જ સારી કામગીરી કરી છે જેની પ્રદેશ કૉંગ્રેસ સમિતિ માં સારી કામગીરી ની નોંધ પણ છે અને ગુજરાત માં શકિતશાળી  મહિલા તરીકે કૉંગ્રેસમાં એક માત્ર જેનીબેન નું આગવું અને મોખરે નામ છે. જેનીબેન ઠુમરની વરણી ને ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમર ધારાસભ્ય, પ્રતાપભાઈ દુધાત,ધારાસભ્ય અમરીશભાઈ ડેર માજી ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના મંત્રી ચંદ્રેશભાઈ રવાણી.  અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી,  જિલ્લા કૉંગ્રેસ પ્રવકતા મુઝફ્ફરહુસૈન સૈયદ નરેશભાઈ અધ્યારૂ   રફીકભાઈ મોગલ શભૂભાઈ દેસાઈ પંકજભાઈ કાનાબાર  ટીકુંભાઈ વરૂ ઈકબલ ગોરી  પોપટભાઈ કાશ્મીરા વિગેરે જિલ્લા તાલુકા અને શહેર કૉંગ્રેસ સમિતિ ના હોદેદારો એ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(2:59 pm IST)