Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કાલથી બે દિવસ અસદ્દુદ્દીન ઓવૈસી કચ્છમાં: ભુજમાં જાહેરસભા સાથે બન્નીનો પ્રવાસ કરશે

ગુજરાતની ચુંટણી પહેલાં કચ્છમાં પ્રથમ વખત જ ઓવૈસીની એન્ટ્રી સાથે રાજકીય ગરમાટો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦

 AIMIM ના વડા અને દેશભરમાં હમેંશા ચર્ચામાં રહેતા અસદુદ્દીન ઓવૈસી કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે શનિવારે અને રવિવારે એમ બે દિવસનો કચ્છનો તેમનો પ્રવાસ કાર્યક્રમ હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે સાંજે ૪ વાગ્યે ભુજમાં તેમની પત્રકાર પરિષદ હશે. જ્યારે રાત્રે ભુજના ખારસરા મેદાનમાં જાહેરસભા યોજાશે. રવિવારે તેઓ બન્ની વિસ્તારનો પ્રવાસ કરશે. હૈદ્રાબાદના તેજ તરાર નેતા, સાંસદ અને AIMIM ના વડા અસદ્દુદ્દીન  ઓવૈસી પ્રથમ જ વખત કચ્છ આવી રહ્યા છે. ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચુંટણી પહેલાં કચ્છમાં ઓવૈસી ના પ્રવાસે રાજકીય ગરમાટો સર્જ્યો છે. આ પ્રવાસમાં ઓવૈસીની સાથે AIMIM ના ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલા, કચ્છ જિલ્લાના પ્રમુખ શકીલ સમા સહિતના પ્રદેશ અને જિલ્લાના આગેવાનો કાર્યકરો જોડાશે.

(10:05 am IST)