Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ધોરાજીમાં કોમી એકતા સમિતિની માંગને અંતે સરકારી હોસ્‍પિટલમાં ડોકટરોની નિમણૂક

ધોરાજી તા. ૧૦ : ધોરાજી સરકારી હોસ્‍પિટલમાં નિષ્‍ણાત તબીબો ડોકટરોની નિમણુંક કરવાં મામલે ધોરાજી કોમી એકતા સંગઠનના પ્રમુખ મોહમ્‍મદ અલી લાઈટર વાલા. જુબેરભાઈ કુરેશી. રફિકભાઈ બ્‍લોચ. કમલેશભાઈ ઠુંમર વિગેરે એ રાજયના આરોગ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું હતું. તેમજ અવારનવાર અખબારી અહેવાલો પ્રસિધ્‍ધ કરતાં આરોગ્‍ય તંત્રમા પડઘા પડતા તંત્ર દ્વારા ધોરાજી સરકારી હોસ્‍પિટલમાં અંતે ત્રણ નિષ્‍ણાંત ડોક્‍ટરોની નિમણૂંક કરવામાં આવી છે.

ધોરાજીની સરકારી હોસ્‍પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી એમડી, ફીઝીશ્‍યન, હાડકાના ડોક્‍ટર સહિતના ડોક્‍ટરોની નિમણુંક કરવા અંગે ધોરાજીની વિવિધ સંસ્‍થાઓ અગ્રણીઓએ રજૂઆત કરાતાં રાજય સરકાર દ્વારા તબીબોની નિમણુંક કરવાની કાયવાહી હાથ ધરી હતી.

આ અંગેᅠ ᅠશહેરની સામાજીક સંસ્‍થાઓ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેની નોંધ લઇ રાજય સરકાર દ્વારા ધોરાજીની આ સરકારી હોસ્‍પીટલમાં એમડી ફિઝીશ્‍યન ડો. રૂત્‍વી શાહ તથા હાડકાના ડોક્‍ટર (ઓર્થોપેડીક) ડો. અનંત પ્રજાપતિ અને આંખના ડોક્‍ટર તરીકે રૂત્‍વીબેન પરમારની નિમણુંક કરવામાં આવી છે. થોડા દિવસમાં હોસ્‍પીટલમાં નવા ડોક્‍ટર હાજર થશે અને લોકોને ઘરઆંગણે આધુનિક સરકારી હોસ્‍પિટલમાં આ નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવાઓનો લાભ મળનાર છે.

(10:49 am IST)