Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગોંડલમા વાડોદરીયા પરીવાર દ્વારા જરૂરીયાતમંદોને ભોજન

ગોંડલ : સ્‍વ. જેરામભાઇ જાદવભાઇ વાડોદરીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્‍યતિથી નિમિતે પુત્ર નવલભાઇ વાડોદરીયા ભાગ્‍યોદય પ્રેસવાળા તથા પરિવારજનો જૈવિન, વિનિત, એલિશ દ્વારા શહેરના વેરીતળાવ પાસે આવેલ ઝુંપડપટ્ટી તથા ગેલેક્ષી પેટ્રોલ પંપ સામે આવેલ ઝુંપડપટ્ટીના ૧૫૦ લોકોને દાબેલી, કોલ્‍ડ્રીન્‍કનુ ભોજન કરાવ્‍યુ હતું. હિતેષભાઇ દવે અને કિરણબેન દવેના સહયોગથી તથા દાવત બેવરીઝના સહકારથી ભોજન અપાયુ હતું. તથા નવલભાઇ વાડોદરીયા ના પરીવારજનો રૂબરૂ હાજર રહી ભોજન કરાવાયુ હતું.(તસ્‍વીર-અહેવાલઃ હરેશ ગણોદીયા ગોંડલ)

(11:57 am IST)