Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મોરબીમાં વીજ બીલના દરોમાં વિસંગતતા મામલે કિશાન સંઘના નેજા હેઠળ આંદોલનની તૈયારી

 મોરબીઃ ખેડૂતોને અપાતી વીજળીમાં વીજ બીલના દરોમાં વિસંગતતા જોવા મળતી હોય છે જેથી સમાન દરે વીજળી આપી ખેડૂતોને ન્‍યાય આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે અને કિશાન સંઘના નેજા હેઠળ આંદોલનની તૈયારી કરવામાં આવી છે. ભારતીય કિશાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ પ્રશ્‍નો નિવેડો આવ્‍યો નથી જેથી પ્રદેશ કારોબારીની વિશેષ બેઠક મળી હતી જેમાં આંદોલનના કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી અને સરકારને અલ્‍ટીમેટમ આપવામાં આવ્‍યું છે ત્‍યારે મોરબી જીલ્લા ભારતીય કિશાન સંઘની બેઠક મળી હતી જેમાં આગામી તા. ૧૫ જુનના રોજ તાલુકા મથકે તબક્કાવાર કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવશે અને જીલ્લાના દરેક તાલુકામાં ધરણા સહિતના વિરોધ કાર્યક્રમ આપવામાં આવશે તેમ ભારતીય કિશાન સંઘ મોરબી જીલ્લાના પ્રમુખ જીલેશભાઈ બી કાલરીયાની યાદી જણાવે છે

(2:25 pm IST)