Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજકોટના છેતરપીંડીના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધા

ધોરાજીના આદમ સમા તથા વાડીસ્ડાના વિજય બાલધાને રાજકોટ પોલીસના હવાલે કરાયા

રાજકોટ તા. ૯ :.. રાજકોટના છેતરપીંડીના ગુન્હામાં બે વોન્ટેડ આરોપીઓને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધા હતાં.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ વી. એમ. કોણદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજકોટ ડીસીબી પોલીસ મથકના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આદમ ઇસ્માઇલભાઇ સમા રે. ધોરાજીને પકડી પાડી રાજકોટ પોલીસના હવાલે કર્યો હતો.

તેમજ રાજકોટ ડીસીબી પોલીસ મથકના ગુન્હામાં પાંચ વર્ષથી વોન્ટેડ વિજય હરીભાઇ બાલધા રે. વાડાસડા જી. રાજકોટને પકડી પાડી રાજકોટ પોલીસને હવાલે કરાયો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના એ. એસ. આઇ. કરશનભાઇ કલોતરા, હેડ કો. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાંધલ, સંજયભાઇ પરમાર, નારણભાઇ, પો. કો. મહેન્દ્રસિંહ સોલંકી, ડ્રા. એ. એસ. આઇ. રાયધનભાઇ ડાંગર તથા ડ્રા. પો. કો. વિરમભાઇ સમેચા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

(1:00 pm IST)