Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જૂનાગઢમાં વિજય રથના માધ્યમથી કોવિડ-૧૯ અંગે જનજાગૃતિ કાર્યક્રમ

પ્રજાજનોને માસ્ક વિતરણ સાથે કોરોના વોરિયર્સનું સન્માન કરાયે

જૂનાગઢ,તા.૧૦: સરકાર દ્વારા કોવિડ-૧૯ અન્વયે જનજાગૃતિ માટે કોવિડ વિજય રથનો આરંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરના હાર્દસમાં વિસ્તારમાં વિજય રથના માધ્યમથી કોરોના અ અંગે જનજાગૃતી લાવવામાં આવી રહી છે.સાથે જ લોકોને માસ્ક,હોમીયોપેથી દવાનું વિતરણ કરવામાં આવી રહયું છે.

આ અભિયાન હેઠળ શહેરના કાળવા ચોક,ભવનાથ તળેટી, કોલેજ રોડ વિસ્તારમાં જનજાગૃતિ લાવવામાં આવી હતી. તેમજ તા.૯ના રોજ ગાંધીગ્રામ અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસર જયદીપ પરમારે વિજય રથનું પ્રસ્થાન કરાવ્યું હતુ. ગાંધીગ્રામ, કૃષિ યુનિવર્સિટી, કલેકટર ઓફિસ, મધુરમ,લાલ બાગ સહિતના વિસ્તારોમાં જનજાગૃતિ લાવવામાં આવી હતી. આ દરમ્યાન કોરોના વોરિયર્સનું સન્માન,ભવનાથ તળેટી વિસ્તારમાં સફાઈ કામદારોને માસ્ક વિતરણ તેમજ હોમિયોપેથી દવા લોકોને આપવામાં આવી હતી.

વિજયરથના માધ્યમથી લોકોને સોશ્યલ ડિસ્ટન્સ, માસ્કની અનિવાર્યતા સહિતની બાબતે જાનજાગૃતી લાવવામાં આવી રહી છે.

(11:32 am IST)