Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ટંકારાના છત્તર સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમતા મહિલા સહીત 10 પત્તાપ્રેમીઓ ઝડપાયા : 1,76 લાખનો મુદામાલ જપ્ત

રાજકોટ,મોરબી, ટંકારા, બાલંભા,સરપદડ મિતાણાના જુગારયો ઝડપાયા

ટંકારાના છતર ગામની સીમમાં વાડીની ઓરડીમાં પોલીસે દરોડો કરીને જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી રોકડ રકમ, મોબાઈલ સહીત ૧.૭૬ લાખનો મુદમાલ જપ્ત કર્યો છે

મોરબી જીલ્લામાં માત્ર શ્રાવણ માસ જ નહિ પરંતુ બારેમાસ જુગારની મોસમ જોવા મળે છે જેમાં ટંકારા તાલુકાના છતર ગામની સીમમાં દીપક રાણાભાઇ ઝાપડાની વાડીની ઓરડીમાં જુગારધામ ધમધમતું હોય જે બાતમીને જીલ્લા એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા દીપક રાણાભાઇ ઝાપડા (રહે ટંકારા,) અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા (રહે રાજકોટ), મનીષ મોહનભાઈ આડેસરા( રહે રાજકોટ), જયેશ માનસંગ વાવેસા (રહે બાલંભા તા. જોડિયા), જયંતી પ્રેમજી જાવિયા (રહે સરપદડ તા. પડધરી), જગદીશ ગંગારામ જીવાણી (રહે ટંકારા), દિલીપ માણંદ પરમાર( રહે રાજકોટ), અશોક મોહન જીવાણી (રહે મોરબી,) રોહિત વાસુર બસીયા (રહે મીતાણા) અને ભક્તિ જયંતી રાજગોર (રહે રાજકોટ )એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧,૩૨,૭૦૦ અને ૦૭ મોબાઈલ કીમત રૂ ૪૩,૫૦૦ સહીત કુલ રૂ ૧,૭૬,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

(6:13 pm IST)