Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ધ્રોલના ગોલીટાના અશોક વાઘેલાનું પડધરી પાસે 'હિટ એન્ડ રન'માં મોત

પડધરીથી યુવાન ઘરે જઇ રહ્યો હતો ત્યારે રોંગ સાઇડમાં આવેલી બોલેરોના ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયોઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૦: પડધરી બાયપાસ નજીક ખોડિયાર હોટેલ પાસે હિટ એન્ડ રનના બનાવમાં ધ્રોલના ગોલીટાના યુવાન અશોકભાઇ દાનાભાઇ વાઘેલા (વણકર) (ઉ.વ.૩૦)નું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ પડધરી બાયપાસ પાસે સાંજે બાઇકને અજાણ્યો વાહન ચાલક ઠોકરે ચડાવી ભાગી જતાં બાઇક ચાલક યુવાનને ઠોકરે ચડાવી ભાગી જતાં યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. આર. એલ. સાંબડે પડધરી પોલીસને જાણ કરી હતી. તપાસ થતાં મૃત્યુ પામનાર યુવાન ગોલીટાનો અશોકભાઇ વાઘેલા હોવાનું ખુલ્યું હતું. આ યુવાન ત્રણ ભાઇમાં મોટો હતો અને પ્લમ્બીંગ કામ કરતો હતો. તેના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતાં.

પડધરી પ્લમ્બીંગ કામ માટે ગયો હતો અને ત્યાંથી સાંજે પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો.  પરિવારજનોના કહેવા મુજબ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં બોલેરો ચાલક ઠોકરે લઇ ભાગી જતો જોવા મળ્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

(11:23 am IST)