Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મોરબીમાં રીક્ષામાં મુસાફરોને બેસાડી છરીની અણીએ લૂંટ કરતી ટોળકી ફરી સક્રિય

લૂંટના બે બનાવો અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૦ :  મોરબીમાં રીક્ષામાં મુસાફરો બેસાડી છરીની અણીએ લૂંટ કરતી ટોળકી ફરી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે મોરબીમાં બે સ્થળે સરખી મોડસ ઓપરેન્ડીથી લૂંટના બનાવને અંજામ આપવામાં આવ્યો હોય જે અંગે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 મોરબીમાં રીક્ષામાં ફરતી લૂટારૂ ટોળકીનો ફરી આતંક જોવા મળ્યો છે અને બે ગુન્હાઓને અંજામ આપવામાં આવ્યો છે જેમાં પ્રથમ બનાવમાં બંધુનગર નજીક ફોરમ સિરામિકમાં કામ કરતા પીન્ટુ ધૂરૂપલાલ શ્રીવાસ્તવ ફરિયાદમાં જણાવ્યું છે કે વી.સી. હાઈસ્કૂલથી થોડે આગળ તે રીક્ષામાં બેસી પોતાના રૂમ પર જતો હોય ત્યારે રીક્ષા સાઈડમાં ઉભી રાખી રિક્ષાચાલક અને બે અજાણ્યા ઈસમોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાન પાસે રહેલ રોકડ રકમ રૂ ૬૦૦૦ અને બે મોબાઈલ કીમત રૂ ૮૦૦૦ મળીને કુલ રૂ ૧૪ હજારની મત્ત્।ાની લૂંટ ચલાવી હતી

 જયારે અન્ય બનાવમાં ટંકારાના વીરપર પાસે રહેતા સંજયશાહ બ્રહ્મદેશાહ તૈલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે રીક્ષામાં બેસી પોતાના રૂમ પર જતો હોય ત્યારે શનાળા રાજપર રોડ પર રીક્ષા સાઈડ રાખી રીક્ષાચાલક અને બે અજાણ્યા ઇસમોએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાન પાસેની રોકડ રકમ રૂ ૭૨૦૦ અને મોબાઈલ સહીત કુલ રૂ ૧૦,૨૦૦ ની મત્તાની લૂંટ ચલાવી નાસી ગયા હતા બંને લૂંટના બનાવમાં સરખી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરાયો હોય જેથી બંને ગુન્હાને એક જ ટોળકીએ અંજામ આપ્યો હોય તેવી શકયતા પણ નકારી શકાતી નથી હાલ પોલીસે બંને લૂંટના બનાવ અંગે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 ધારિયું પોલીસે કબજે લીધું

મોરબીના જીકીયારી ગામે રહેતા કસ્તુરબેન ભાટિયા અને તેની પુત્રી સંગીતાબેન વચ્ચે રસોઈ બનાવવા મામલે ઝદ્યડો થયો હતો અને રાત્રી ભોજનને લઈને માતા-પુત્રી વચ્ચે ઝઘડો થતા યુવાને રોષે ભરાઈને માતા અને બહેનને ધારિયાના ઘા ઝીંકી દેતા માતા અને બહેનના કરુણ મોત થયા હતા  જે બનાવ મામલે મુકેશ બાબુભાઈ ભાટિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાબાપુના દીકરા દેવશી સવજીભાઈ ભાટિયાએ ભાભુ કસ્તુરબેન અને સંગીતાબેનને રાત્રીના રસોઈ બાબતે બોલાચાલી થતા દેવશી ભાટિયાએ ઉશ્કેરાઈ જઈને ધારિયાના ઘા ઝીકી તેના ભાભુ અને બહેન સંગીતાની હત્યા કરી હતી મોરબી તાલુકા પોલીસે ડબલ મર્ડરના બનાવમાં આરોપીની અટકાયત કરી હતી અને હત્યામાં વપરાયેલું ધારિયું પણ કબજે લીધું હતું ઝડપાયેલ આરોપીને આજે કોર્ટમાં રજુ કરી બાદમાં જેલહવાલે કર્યો હોવાનું તાલુકા પીએસઆઈ એ એ જાડેજાએ જણાવ્યું હતું.

(11:38 am IST)