Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

લાઠી બાબરા વિસ્તારના જિલ્લા પંચાયત હસ્તકના રોડ રસ્તાઓનું પેચવર્ક તેમજ જંગલ કટીંગ કરો

રાજ્યના માર્ગ અને મકાન વિભાગને પત્ર પાઠવી રજુઆત કરતા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર

સાવરકુંડલા,તા. ૧૦: બાબરા તેમજ લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જિલ્લા પંચાયત હસ્તકના રોડ રસ્તાઓ અતિ બિસમાર બનતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે અહીં માર્ગનું પેચવર્ક તેમજ જંગલકટીંગ કરવામાં આવે તેવી રજુઆત આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજયના માર્ગ અને મકાન વિભાગ ને પત્ર પાઠવી કરવામાં આવેલ છે.

ધારાસભ્યે સ્પષ્ટ જણાવ્યું છે કે જિલ્લામાં અતિવૃષ્ટિ વરસાદના કારણે ગામડાઓ સાથે જોડતા માર્ગો અતિ બિસમાર બન્યાં હતા અને તે સમયે અહીં સ્થાનિક વિભાગને રજુઆત પણ કરવામાં આવેલી હતી પણ નબળું કામ કરી કામગીરી પૂર્ણ કરી પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે જયારે વાસ્તવમાં અહીં સ્થળપર કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી ત્યારે અહીં લાઠી અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નબળા માર્ગો ની મરામત કરી ખર્ચો કરવામાં આવ્યો છે તે કેટલો કરવામાં આવ્યો છે તેમજ ગેરેન્ટી પિરિયડ વાળા રોડ કોન્ટ્રાકર પાસેથી વસુલ કરવામાં આવ્યા તેમજ જંગલ કટીંગ નો પણ શું ખર્ચો છે તેની પણ સઘળી વિગતો પણ ધારાસભ્ય દ્વારા રાજયના માર્ગ અને મકાન વિભાગ પાસે માંગવામાં આવેલ છે તેમજ ખરેખર કામ નથી થયું અને બિલ ઉધારી દેવામાં આવ્યા હોય તો યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે

પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ખાનપર થી કોટડાપીઠાનો માર્ગ આટલી હદે બિસમાર બન્યો છે અહીં ટુવહીલર ચલાવું પણ મુશ્કેલ બન્યું છે.

ત્યારે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને યોગ્ય સૂચનો આપી અહીં ગ્રામ્ય વિસ્તારમાં માર્ગની મરામત કામગીરી અને જંગલ કટીંગ ત્વરિત કરવામાં આવે તેવી અંતમાં માંગ કરવામાં આવી છે.

(12:54 pm IST)