Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કચ્છમાં નર્મદાના સિંચાઇના વધારાના પાણી મુદ્દે આજે કિસાનોના ધરણા

બજેટમાં વહીવટી મંજુરી આપવાની માંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૧:  રાજય સરકારે કચ્છમાં નર્મદાના વધારાના સિંચાઇ ના પાણી માટે સૈદ્ઘાંતિક મંજૂરી તો આપી દીધી છે. પણ, વહીવટી મંજુરી અપાઈ નથી. પરિણામે લાંબા સમયથી તાલુકા કક્ષાએ દેખાવો અને માંગ કરતાં ભારતીય કિસાન સંઘ દ્વારા હવે જિલ્લા કક્ષાએ વિરોધ કાર્યક્રમ અપાયો છે.

આજે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ મધ્યે કચ્છ ભારતીય કિસાન સંદ્ય દ્વારા ધરણા યોજાશે. રાજય સરકાર આવનાર બજેટમાં નર્મદાના કચ્છ જિલ્લા માટેના જાહેર કરાયેલ વધારાના પાણી માટે બજેટ ફાળવે અને વહીવટી મંજુરી સાથે કામ શરૂ કરે તેવી કિસાનોની માંગ છે.

(10:12 am IST)