Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વડિયાના મોટા ઉજળા સ્કૂલના વિદ્યાર્થીઓના સેમ્પલ નેગેટિવ આવતા વાલીઓને રાહતનો શ્વાસ

ચાલુ સ્કૂલે યોજાયેલ સેવા સેતુ બાદ એક શિક્ષક આવ્યા હતા પોઝિટિવ ૬૦ જેટલા વિદ્યાર્થીઓના સેમ્પલ ટેસ્ટમાં મોકલાયા હતા તે આવ્યા નેગેટિવ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડીયા તા. ૧૧ : વડિયાના વહીવટી તંત્ર દ્વારા મોટા ઉજળા ગામે ચાલુ હાઈસ્કૂલમાં થોડા દિવસ પેહલા સેવા સેતુના કાર્યક્રમનુ આયોજન કર્યું હતુ.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સરકારની વિવિધ સેવાઓ ઘર આંગણે પ્રાપ્ત થતા લાભ લેવા ઉમટ્યા હતા ત્યારે કોરોના ગઇડલાઇનને જાણે નેવે મુકાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

આ ઘટનાના બીજા જ દિવસે તે સ્કૂલના એક શિક્ષક કોરોના પોઝિટિવ આવતા સમગ્ર ગામલોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનુ મોજું પ્રસર્યું હતુ. ત્યાર બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ૬૦ જેટલા સેમ્પલ લઈ પરિક્ષણ માટે મોકલાયા હતા.

આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર આ તમામ સેમ્પલ નેગેટિવ આવતા ગામલોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જો ચિંતના વાદળો લોકોને ના પસંદ હોય તો કોરોના ગાઇડલાઇનનુ પાલન કરવુ અને પરિવારના સભ્યો પાસે કરાવવુ ખુબ જ જરૂરી બને છે.

(10:12 am IST)