Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભાવનગર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પદે વરણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૧ : ભાવનગર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પદે કોંગ્રેસના સક્રિય અગ્રણી જયેશભાઈ ભટ્ટની વરણી થઇ છે. જેને પક્ષના આગેવાનો કાર્યકરો એ આવકારી છે. જયેશભાઈ ભટ્ટ કોંગ્રેસમાં વોર્ડ પ્રમુખ, મહામંત્રી તરીકે સફળ કામગીરી કરી ચૂકયા છે અને છેલ્લા સાત વર્ષથી શહેર મીડિયા વિભાગના ચેરમેન તરીકે પણ સફળ કામગીરી બજાવી ચૂકયા છે.

(10:13 am IST)