Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કચ્છમાં યુકેથી આવેલા ૨ વ્યકિતને ઓમિક્રોન

સૌરાષ્ટ્ર - કચ્છમાં કોરોના કહેર : વેરાવળ યુનિ.ના પ્રોફેસર સહિત ૧૪ ઝપટે

કચ્છમાં ૧૦૯, ભાવનગર ૧૦૮, મોરબી ૫૧, ગોંડલમાં ૧૬ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ

 

રાજકોટ તા. ૧૧:  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ યુનિવર્સિટીના પ્રોફેસર સહિત ૧૪ ઝપટે ચડી ગયા છે.

કચ્છમાં ૨ ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

વેરાવળ સંસ્કૃત યુનિ.માં ૮ પ્રોફ્ેસરો સહીત ૧૪ ને કોરોના થતા ફ્ફ્ડાટ ફ્ેલાયેલ છે યુનિ. બંધ કરાયેલ છે.

વેરાવળ રાજેન્દ્ર ભુવન આવેલ સંસ્કૃત યુનિ.માં ૮ પ્રોફ્ેસરો, ર વહીવટી સ્ટાફ્,૪ વિદ્યાર્થીઓને કોરોના આવતા ભારે ફ્ફ્ડાટ  ફ્ેલાયેલ છે ૧૪ ને એક સાથે કોરોના આવતા યુનિ.બંધ કરાયેલ છે  દરેક ના ટેસ્ટ લેવાયેલ છે શહેરના સ્કુલો, કોલેજોમાં કોરોના રાફ્ડો ફટેલ છે ભારે ભયનું વાતાવરણ જોવા મળેલ છે.

ગીર સોમનાથ કોરોનાનો રાફ્ડો ફટેલ છે સરકાર ચોપડે ફ્કત ૧૮ પોઝીટીવ આવેલ છે પણ ખાનગી હોસ્પીટલમાં લાઈનો લાગેલ છે અનેક હોમઆઈસોલેટ થયેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં કોરોના કેસો અતી વધતા જાય છે પણ રાજકીય પક્ષોને જરાય દરકાર નથી ગમેત્યાં તાયફઓ કરે છે માણસો ભેગા કરે છે આજે ૧૮ સરકારી ચોપડે આવેલ છે તેમાં ૧૭ વેરાવળ ૧ સુત્રાપાડા નો સમાવેશ થાય છે ખાનગી હોસ્પીટલોમાં લાઈનો લાગેલ છે અનેક પોઝીટીવ આવેલ છે જેને આઈસોલેટ કરાયા છે એક વર્ષથી ૩ વર્ષના બાળકોને પણ કોરોના ટેસ્ટ લેવાય રહયા છે ગંભીર  પરીસ્થીતી છે જે પરીવારોને આની અસર થાય છે તેને ખબર છે કે કેટલી મુશ્કેલી છે સરકારી હોસ્પીટલોમાં એમ.ડી ન હોવાથી સારવારની કોઈ વ્યવસ્થા નથી અનેક ગરીબ, મઘ્યમ વર્ગ મોટી આર્થિક મુશ્કેલીમાં મુકાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં જો આરોગ્ય તંત્ર દ્વારા તકેદારી નહી લેવામાં આવે તો કોરોનાનો મોટો વીસ્ફેટ સર્જાશે તેમ ડોકટરો દ્વારા જણાવેલ છે.

કચ્છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે કેસોમાં ઝડપી ઉંછાળો આવી રહ્યો છે. કચ્છમાં કોરોનાના દર્દીઓ દરરોજ વધતાં જાય છે. હવે એક જ દિમાં ૧૦૯ દર્દીઓ સાથે કોરોનાએ સેંચૂરી ફ્ટકારી છે. નવા કેસમાં સૌથી વધુ ૪૭ દર્દીઓ સાથે ભુજ હોટ સ્પોટ બન્યું છે. આમેય છેલ્લા ઘણા સમયથી ભુજમાં કોરોના કેસ વધી રહ્યા છે. અત્યારે એક્ટિવ કેસ ૩૩૬ છે. જોકે, કોરોના સાથે કચ્છમાં ઓમિક્રોનનો પગપેસારો પણ ચાલુ છે. અત્યારે નવા ૨ કેસ નોંધાયા છે. યૂકેથી માંડવી અને ભુજ આવેલા બે પુરુષો ઓમિક્રોન હોવાનું જાહેર થયું છે. જોકે, બન્નેની તબિયત સારી છે. ત્રીજી લહેર ઝડપભેર ફ્ેલાઈ રહી હોઈ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોરોના ગાઇડલાઈનનું પાલન કરવા લોકોએ જાતે જ જાગૃત થવું પડશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં કોરોના એ જેટ ગતિ પકડી છે.  છેલ્લા બે દિવસથી સદી વટાવી દીધી છે.  સોમવારે કોરોનાના ૧૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં ૯૩ અને ગ્રામ્યમાં ૧૨ મળી કાલે કુલ ૧૦૮  પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે ૩૬ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

ભાવનગરમાં કોરોનાએ ગતિ પકડી છે.  સોમવારે ભાવનગર શહેરમાં ૯૩ અને ગ્રામ્યમાં ૧૨ કેસ મળી કુલ ૧૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં ૫૧ પુરૂષ અને ૪૨ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જયારે ભાવનગર ગ્રામ્યમાં ૩ મહિલાનો અને ૧૨ પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ૪૬૫ થવા પામી છે. ભાવનગર શહેરમાં ૩૪ દર્દીઓ અને ભાવનગર ગ્રામ્ય માં ૨ દર્દીઓ સહિત કુલ ૩૬ દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબી જીલ્લામાં કોરોના કેસો ચિંતાજનક ગતિએ વધી રહ્યા છે જેમાં કોરોનાના નવા ૫૧ કેસો નોંધાયા છે દિવાળી બાદ એક જ દિવસમાં ૫૧ કેસ નોંધાતા ચિંતા જોવા મળી રહી છે તો નવા ૫૧ કેસોને પગલે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક બેવડી સદીને વટાવી ગયો છે

મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૪૪ કેસો જેમાં ૧૯ ગ્રામ્ય અને ૨૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકામાં ૦૨ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી, ટંકારા તાલુકામાં ૦૨ કેસો ગ્રામ્ય પંથક અને માળિયા તાલુકામાં ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૫૧ કેસો નોંધાયા છે

તો આજે ૧૨ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા ૫૧ કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૦૭ થયો છે કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલઃ ગોંડલ શહેરી વિસ્તાર /ગ્રામ્ય વિસ્તાર ના નામ ચોરડી દરવાજો (ર કેસ), ગોંડલ, ખોડલધામ, (૧ કેસ),ગોંડલ, ભવનાથ સોસાયટી, (૧ કેસ), ગોંડલ, ગુંદાના ચોકડી,ગોંડલ, અનીડા ભારોડી, ગામ (૧ કેસ), કૈલાસ બાગ,(ર કેસ),ગોંડલ,ગુજરાત હાઉંસીંગ બોર્ડ,(ર કેસ),ગોંડલ, સહજાનંદ નગર, (૧ કેસ),ગોંડલ, આઇસીઆઇસીઆઇ, (૧ કેસ),ગોંડલ, વોરા કોટડા રોડ, (૧ કેસ),ગોંડલ, ભગવતપરા (૧ કેસ),ગોંડલ, નાની બજાર, (૧ કેસ),ગોંડલ, સ્ટેશન પ્લોટ, (૧ કેસ),ગોંડલ છે.

જામજોધપુર

જામજોધપુરઃ કોરોના કેસ વધતા માત્ર ગુજરી બજાર બંધ. ગુજરી બજારના સ્થળ પર બીગ સેલ ચાલુ. જામજોધપુરમાં કોરોના પોઝીટીવ કેસમાં એકાએક ઉંછાળો આવતા જામજોધપુરના પાદરમાં ગરીબોને મળતી રોજીરોટી સમાન ગુજરી બજાર એકાએક બંધ કરવાના આદેશ કરાયા છે ત્યારે અહીં સ્થળ પર મોટાપાયે બીગબજાર જેવું સેલ નિયમોને નેવે મુકી ચાલુ છે તેમજ જામજોધપુર તાલુકા પંચાયત પર આવેલ શાક માર્કેટમાં હકડેઠઠ્ઠ નિયમોને નેવે મુકી જનમેદની ઉંમટે છે. અહીં ગંદકીવાળો પણ એટલો જામે છે કે જેમને લઇ રોગચાળો ફાટી નીકળવાનો પુરેપુરો ભય રહે છે ત્યારે નગરપાલિકાનું સફાઇ તંત્ર આ બધુ નજર સામે જુએ છે છતાં ચૂપ છે. અહીં આ માર્કેટ પાસે સ્કુલ તેમજ કોર્ટ પરિસર આવેલ હોય ભીડને કારણે ઘોંઘાટ આવતો હોય કામગીરીમાં ખલેલ પહોંચે છે. અધિકારીઓ આ બાબતે કેમ ગાંધીજીના ત્રણ વાંદરાની ભૂમિકામાં છે ન જોયું ન સાંભળ્યંુ ન બોલવું તે પણ એક તપાસનો વિષય છે.

(11:00 am IST)