Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઉંના પાસે કારમાં ઇંગ્લીશ દારૂની ૭ર બોટલો લઇ જતા ૩ શખ્સો ઝડપાયા

ઉંના, તા., ૧૧: પોલીસે ઉંનાના નાલીયા માંડવી ગામ પાસે ઇન્ડીકા મોટર કારમાં છુપાવી લઇ જવાતો ૭ર બોટલ ઇંગ્લીશ દારૂ રૂા. ૨૮,૮૦૦ની અને મોટર કાર મળી રૂા. ૧,૩૯,૮૦૦ના મુદામાલ સાથે ૩ આરોપીઓને પોલીસે પકડી પાડયા હતા.
ઉંના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી પીએસઆઇ એચ.વી.ચુડાસમા તથા દેલવાડા ઓ.પી.ના એએસઆઇ અશ્વીનભાઇ એન.ડોડીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે દેલવાડા-નાલીયા માંડવી રોડ ઉંપર જશરાજ ટાઉંનશીપના ગેઇટ આગળ દિવ-ઘોઘલા તરફથી આવતી ઇન્ડીકા મોટરકાર જીજે ૦૪ એએમ ૮૬૪૮ સફેદ કલરની શંકાસ્પદ જણાતા ઉંભી રખાવી ઇન્ડીકા મોટરમાં બેઠેલ (૧) કામરૂભાઇ કાસમભાઇ મકવા  રે.દિવ (ર) વિજય મનસુખભાઇ ગોહીલ રે.દિવ મુળ રાજકોટ (૩) સોહીલ ઉંર્ફે બોબ સબ્બીરભાઇ મીર રે.દિવવાળાનાં કબજામાંથી પાસ પરમીટ વગરની જુદી જુદી બ્રાન્ડની પરપ્રાંતની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલો નંગ કુલ ૭ર નંગ રૂા. ર૮ હજાર ૮૦૦ તથા ૧ લાખની મોટર મોબાઇલ ફોન નંગ ૩ મળી કુલ રૂા. ૧ લાખ ૩૯ હજાર ૮૦૦ મુદામાલ સાથે પકડી ઉંના લાવી ગુનો દાખલ કરેલ છે.  આ દારૂ જથ્થો કોની પાસેથી લઇ અને ગુજરાતમાં કોને આપવા જતા હતા તેની તપાસ પોલીસ કરી રહી છે.

 

(11:13 am IST)