Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વડાપ્રધાનની સુરક્ષાના મુદે્ પંજાબ કોંગ્રેસ વિરૂધ્ધ કચ્છમાં ભાજપના ધરણા

ભુજઃ વિકાસ કામોની ભેટ આપવા પંજાબ જઇ રહેલા મોદીના કાફલાને રસ્તામાં  રોકીને તેમની સુરક્ષા જોખમમાં મુકનાર પંજાબની કોંગ્રેસ સરકારની વિરૂધ્ધમાં અને મોદીના દિર્ઘાયુ માટે ભુજમાં આંબેડકરની પ્રતિમા પાસે, ‘મૌન ધરણા’ નું આયોજન કચ્છ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચો તથા ભુજ શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવેલ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, વલ્લમજીભાઇ હુંબલ, ઉંપપ્રમુખ જયંતભાઇ માધાપરીયા, ડો. મુકેશભાઇ ચંદે, પ્રફુલસિંહ જાડેજા, જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા પ્રમુખ અશોકભાઇ હાથી, યુવા મોરચા પ્રમુખ તાપશભાઇ શાહ, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલક્રિષ્નભાઇ મોતા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠકકર સહિત જિલ્લા ભાજપ હોદેદારો, અનુ. જાતિ મોરચાના હોદેદારો સહિત કાર્યકર્તાઓ ઉંપસ્થિત રહ્યા હતાં.

 

(11:15 am IST)