Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગ્રામ પંચાયતો દ્વારા અપાતા પેટા કોન્ટ્રાકટ બંધ કરાવવા રાજકોટ ડી.ડી.ઓ.ને આવેદન

જસદણ તાલુકાના બનાવ સંદર્ભે ટેકનિકલ કર્મચારી મંડળની રજુઆત

રાજકોટ તા. ૧૧: જિલ્લા પંચાયત ટેકનિકલ કર્મચારી મંડળના પ્રમુખ પી. એન. મારૂ અને અન્ય આગેવાનોએ જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતો દ્વારા પેટા કોન્ટ્રાકટ આપી કરાવતી કામગીરી અને કામ સંદર્ભે માથાભારે તત્વો દ્વારા થતી દાદાગીરી બંધ કરાવવા ડી.ડી.ઓ.ને આવેદન આપી રજુઆત કરી છે.

જસદણ તાલુકા પંચાયતના અધિક મદદનિશ ઇજનેર ટી.પી. કોબીયા કડુકા ગામ પાસે માર મારી ધમકી આપવાના બનાવનો આવેદનમાં ઉલ્લેખ કરી જણાવાયું છે કે કેટલીક ગ્રામ પંચાયતો સીસી રોડ, પેવર બ્લોક સહિતના વિકાસ કામો પેટા કોન્ટ્રાકટથી કરાવે છે. જવાબદાર કર્મચારી ચકાસણી માટે જાય ત્યારે નિયમમાં બાંધછોડ કરવા દબાણ કરે છે. આ પ્રકારની પધ્ધતિ અને દાદાગીરી બંધ કરાવવા તથા કર્મચારીઓને રક્ષણ આપવા માંગણી છે.

(1:09 pm IST)