Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જામનગરનાં ધુતારપરમાં વાડીમાં ગમતુ ન હોવાથી કુવામાં ઝંપલાવ્યુઃ મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: જામનગર જિલ્લાના ધુતારપર ગામે કેશવજીભાઈ વશરામભાઈ ગલાણીની વાડીમાં રહેતા છિગલિબેન નાદમભાઈ નવલસિંગ બામણીયા, ઉ.વ.૩૦ એ પંચ ભએભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૮–૧–ર૦રરના આ કામે મરણજનાર નાદમભાઈ નવલસિંગ બામણીયા, ઉ.વ.૩૦, રે. કેશવજીભાઈ વશરામભાઈ ગલાણીની વાડી ધુતારપર ગામવાળા અહી ભાગમાં રાખેલ વાડીમાં ગમતુ ન હોવાથી વતન જવા માંગતા હોય કંટાળી જતા કુવામાં પડી જતા ડુબી જતા મરણ થયેલ છે.

કંપની  સાથે વિશ્વાસઘાત કરી નબળી ગુણવતાનો માલ મોકલ્યાની રાવ

જોડીયા પોલીસ સ્ટેશનમાં ગૌરવ નિમેશકુમાર વ્યાસ, ઉ.વ.૩૧, રે. પટેલ કોલોની, પ્રાર્થના એપાર્ટમેન્ટ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૧–રર ના ખીરી શ્રીજી કોક એન્ડ એનર્જી પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં આરોપી ટ્રક ટેઈલર નં. જી.જે.–૧ર–એ.ઝેડ.–૪૬ર૧ નો ડ્રાઈવર રામુ કિષ્ના મુર્થી, રે. ગાંધીધામ, જિ.કચ્છવાળા તથા તપાસમાં ખુલ્લે તે ઈસમોએ ગુન્હાહીત કાવતરૂ રચી કંડલા પોર્ટ ખાતેથી ફરીયાદી ગૌરવની શ્રીજી કોક એન્ડ એનર્જી પ્રાઈવેટ લીમીટેડ કંપનીએ મંગાવેલ કુકીંગ કોલ ૩૯.૩૪ મેટ્રીક ટન કિંમત. રૂ.૩,૩૬,૦૪ર/– જેની હાલની બજાર કિંમત રૂ.૧૦,૬૮,૦૦૦/– થાય તેની જગ્યાએ નબળી ગુણવતાનો કોલ ભરી કંપની ખાતે મોકલી ફરીયાદી ગૌરવભાઈની કંપની સાથે વિશ્વાસઘાત કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

પૈસા બાબતે બોલચાલી થતા વૃઘ્ધાને માર માર્યાની રાવ

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રાજીબેન ભાણજીભાઈ પડાયા, ઉ.વ.૯૦, રે. શંકર ટેકરી, સિઘ્ધાર્થ કોલોની શેરી નં.૦પ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧–ર૦રર ના ફરીયાદી રાજીબેનને આરોપી ગૌતમ હરીભાઈ પડાયા, રે. જામનગરવાળો  ફરીયાદી રાજીબેનની પુત્રવધુ પાસે પૈસા ની અવાર–નવાર માગણી કરતા ઉશ્કેરાઈને બોલાચાલી કરી લાકડી થી ફરીયાદી રાજીબેનના માથા ના ભાગે તથા શરીર ના ભાગે ઈજા કરી તેમજ સાહેદ ગંગાબેનને પણ પગમા લાકડી થી ઈજા કરી ફરીયાદી રાજીબેન અને સાહેદને મારમારી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

અગમ્ય કારણોસર છરી વડે હુમલો કર્યાની રાવ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા, ઉ.વ.૩૪, રે. ગામ ઝાખર તા.લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છેકે, તા.૯–૧–ર૦રરના પુનીતનગર શેરી નં.ર, ગરબી ચોક, જામનગરમાં આરોપી પીન્ટુભાઈ લાખાણી, રે. જામનગરવાળા એ ફરીયાદી નરેન્દ્રસિંહના સાથળના ભાગે લત મારી છરી કાઢી જમણા પગના નરાના ભાગે તથા ડાબા પગના ગોઠણના ભાગ ઉંઘી છરીના ઘા મારી મુંઢ ઈજાઓ કરી ભુંડી ગાળો કાઢી ફરીયાદી નરેન્દ્રસિંહની હોન્ડા અમેઝ કાર જેના રજી.નં. જી.જે.–૧૦–સી.જી.–૯૩૩પ વાળીમાં ડ્રાઈવર સીટ વાળા પર પથ્થરનો ઘા કરી કાચ તોડી નુકશાન કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

એકી બેકી નામનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. કલ્પેશભાઈ રમેશભાઈ અઘારા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧–ર૦રરના દિ.પ્લોટ–પ૮ રોડ, પ્રણામી હોટલની સામે, જામનગરમાં આ કામના આરોપીઓ હરેશભાઈ પરસોતમભાઈ ખાનીયા, ભીખુભાઈ ઉર્ફે ભીખો તીડી અમૃતલાલ માવ, રે. જામનગરવાળા જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી–બેકી નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧ર,૩૮૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગુલાબનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૦–૧–ર૦રરના ગુલાબનગર કાદરી ચોક, જામનગરમાં આ કામના આરોપી ઈરફાન અનવર જીવરાણી, અબ્દુલ યુસુફભાઈ ખફી, અફઝલ હુશેનભાઈ જેમલાણી, આબીદ અજીત સુરાણી, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,પ૮૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બિમારી સબબ આઘેડનું મોત

 અહીં શીવમપાર્ક શેરી નં.–૪, અંધાશ્રમ રેલ્વે ફાટક પાસે, જામનગરમાં રહેતા વાલજીભાઈ દેસાભાઈ પરમાર, ઉ.વ.૪૦ એ સીટી સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૦–૧–ર૦રરના આ કામે મરણજનાર અમરશીભાઈ દેસાભાઈ પરમાર, ઉ.વ.પ૭, રે. દિગ્જામ સર્કલ અતુલ પેટ્રોલપંપ પાસે, હરીઓમ સોસાયટી, જામનગરવાળા ને બીપીની બિમારી હોય જેથી મરણ થયેલ છે.

(12:42 pm IST)