Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જેતપુરમાં કોરોનાનો કહેર વધ્યોઃ મામલતદારનો રિપોર્ટ પોઝીટીવ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૧ :.. કોરોનાનો વિસ્ફોટ જાહેરમાં થયો હોય દિવસે ને દિવસે વધારો થતો જતો હોય ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોઝીટીવ રીપોર્ટ આવી રહ્યા છે. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પ્રથમ કેસ નોંધાયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં એક જ સ્કુલના ૬ બાળકો અને ર શીક્ષક, પ્રીન્સીપાલનો રીપોર્ટ પણ પોઝીટીવ આવેલ. ગઇકાલે એક જ દિવસમાં શહેરના ૧૪ અને ગ્રામ્યમાં ૩ મળી કુલ ૧૭ લોકો પોઝીટીવ આવ્યા જેમાં તાલુકા મામલતદાર કોરોના પોઝીટીવ આવતા જેતપુરમાં કુલ ૬૪ કોરોના ના કેસો નોંધાયા છે. આ અંગે તાલુકા હેલ્થ ઓફીસર ડો. કુલદિપ સાપરીયાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે કોરોના ના કેસો હાલ જે નોંધાય રહ્યા છે તે માટે આરોગ્ય તંત્રની ટીમ ખડે પગે છે. ઉપરાંત જે લોકોનો પોઝીટીવ રીપોર્ટ આવે છે તેમાં ચીંતાજનક નથી  સીમટોમીક ડ્રોપ થી ૪ દિવસમાં રીકવરી આવી જાય છે. છતાં લોકોએ સાવચેત રહેવાની ખાસ જરૂરી છે.

(1:19 pm IST)