Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જુનાગઢ મનપા દ્વારા કબ્રસ્તાનની જમીન સંપાદિત કરાતા મુસ્લિમ સમાજમાં વિરોધ-વંટોળ

જૂનાગઢ, તા.૧૧: મહાનગરપાલિકા દ્વારા ગાડામાર્ગ એવા ઝાંઝરડા પુલથી ચોબારી રોડને પહોળો કરવા મુસ્લિમ ઘાંચી સમાજના કબ્રસ્તાનની જમીન  સંપાદિત કરાતા મુસ્લિમ સમાજ માં વિરોધ નો વંટોળ ઉભો થવા પામેલ છે જેના અનુસંધાને કલેકટરને રૂબરૂ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ઝાંઝરડા પુલથી ચોબારી રોડ તરફ જતો ગાડા માર્ગ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા રસ્તો પહોળો કરવા સંદર્ભે રસ્તા માં આવેલ મુસ્લિમ ઘાંચી સમાજના માલિકીના  સર્વે નંબર ૧૨૭ થી માલિકી ઉપરાંત હક પત્રક નંબર ૧૭૫૯ થી નોંધ  થયેલ હોઈ આ બાબતે મામલતદાર જે તે સમયે મુસ્લિમ દ્યાંચી સમાજ ને જમીન સંપાદિત કરવા માટે લેખિત પુરાવા રજૂ કરવા એક નોટિસ દ્વારા જણાવેલ જેના અનુસંધાને મુસ્લિમ દ્યાંચી સમાજ દ્વારા ધારા સિનિયર ધારા શાસ્ત્રી અનિલ ચાંદેકર મારફત આધાર પુરાવા સાથે રજૂઆત તારીખ ૧/૭/૨૦૧૯ ના કરવામાં આવેલ અને કબ્રસ્તાનની જગ્યા રોડ માટે જરૂર પૂરતી ગેજેટ પ્રસિદ્ઘિ થી જમીન ની હયાત કિંમતે અથવા બાજુની ખરાબાની જમીન અપાવી કાયદેસર શહેર ના વિકાસ માં ઓન રેકોર્ડ મેળવી શકે તેવો અભિપ્રાય આપેલ.

 જે અન્વયે મામલતદાર કચેરી એથી લેખિત/કોર્પોરેશન થરું જવાબ મળશે તેમ જણાવેલ જે સમય જતાં આં બાબતે અનેક સ્મૃતિ પત્ર આપવા છતાં કોઈ જવાબ થયેલ નહિ અને ઘણા સમય પછી ગત દિવસો માં અચાનક ફરીને કેટલાક લોકો સાથે બેઠક યોજી કબ્રસ્તાન ની જમીન બિન અધિકૃત રીતે મૌખિક વાત કરી સંપાદિત કરાયાં ના  સમાચાર પ્રસિદ્ઘ થતા આં મામલે જાગૃત દ્યાંચી સમાજ ના સદસ્યો દ્વારા કલેકટર કમિશનર મામલતદાર સંવિધાનિક અને બિ.પી.એમ.સી.એકટ મુજબ જમીન હસ્ત ગત કરી તેમની ફરજ પ્રત્યેનું ધ્યાન દોરી જરૂર મુજબની જમીન હસ્તગત કરી શ્રેષ્ઠ સંસદીય ફરજો બજાવવા રજૂઆત કરવામાં આવેલ છે અન્યથા  કોર્ટ ના દ્વાર  ખખડાવવા ની ફરજ પડશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેમ આં ઉપરાંત આવતી કાલે રાત્રે ઘાંચી સમાજ અને શહેર ના અગ્રણીઓ ની એક બેઠક કરી આખરી નિર્ણય કરી આગળની સંવિધાનિક કાર્યવાહી તબક્કા વાર કરવા ગુજરાત સેવા સમાજ ના ચેરમેન રજાક મહીડા દ્વારા જણાવવામાં આવેલ છે.

એડવોકેટોની મિટિંગ

રાજકારણ માં રસ ધરાવતા એડવોકેટ મિત્રો સાથેની એક મીટીંગનું આયોજન બુધવારે સવારે ૧૧/૦૦વાગ્યે હેમા શુકલ, એડવોકેટ,૧૧/કલ્યાણ નગર સોસાયટી, બહાઉદ્દીન કોલજ સામે જુનાગઢ મો.નં.૯૪૨૮૦૧૪૮૨૩ ખાતે રાખવામાં આવી છે. જેમા મુખ્યત્વે યુવાન એડવોકેટ મિત્રોની એકતા, રાજકારણમાં તેઓની સક્રિયતાને પ્રોત્સાહન, સંગઠન, આપણા વર્તમાન પ્રશ્નો અને તેના નિરાકરણનાં અનુસંધાને રાખવામાં આવેલી છે જેમા રસ ધરાવતાં તમામ વકિલ મીત્રોને હાજર રહેવા પોઝિટિવ, રચનાત્મક સૂચનો આવકાર્ય રહેશે.

વિદ્યાર્થીઓને રસીકરણ

જુનાગઢના ભેસાણ ચોકલી રોડ પર આવેલી ઓમ એજયુકેશન કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ માટે વેકસીનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડાલ અને બામણગામ આરોગ્ય કેન્દ્રના સ્ટાફની મદદથી ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને રસી પૂરી પાડવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત જતીન પરીખની હાજરી રહી હતી.

(1:20 pm IST)