Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

દ્વારકાના ગોપી તળાવ રોડ ઉપર ટ્રક અને ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માતમાં ૨ને ઈજા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૧ :. દ્વારકાના હમુસર તથા તળાવ રોડ પર એક ટ્રક અને એક ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બેને ઈજા થઈ હતી તથા મુસાફરોનો બચાવ થયો હતો.

રાજેશભાઈ માણેક તથા રફીક મંગલખાન બન્ને ચાલકો ટ્રક અને બસ લઈને નીકળતા હતા જેમા ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાયો હતો.

બનાવની જાણ ૧૦૮ની ટીમને થતા ઈ.એમ.ટી. નીમેશભાઈ તથા મિલનભાઈની ટીમ દ્વારા તુરંત ઈજાગ્રસ્તોને હોસ્પીટલે પહોંચાડવા વ્યવસ્થા કરાઈ હતી.

(1:19 pm IST)